Usa News : ટ્રમ્પ સરકારે ઈમિગ્રન્ટ્સ માટે નવી ચેતવણી ઉચ્ચારી છે. જેમાં જો કોઈ ગ્રીન રાક્ડ માટે અમેરિકન નાગરિક સાથે લગ્ન કરશે તો તેને જેલ થશે.ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માટે ટ્રમ્પ વિવિધ યુક્તિઓ અપનાવી રહ્યા છે. ટ્રમ્પ એવા ઇમિગ્રન્ટ્સને પણ નિશાન બનાવી રહ્યા છે જેઓ ગ્રીન કાર્ડ મેળવવા માટે અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડીથી લગ્ન કરે છે . યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ તેને ફેડરલ ગુનો ગણાવ્યો છે અને આરોપીઓને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે.
એજન્સીએ જણાવ્યું હતું કે જે વ્યક્તિ ઇમિગ્રેશન કાયદાની કોઈપણ જોગવાઈથી બચવા માટે જાણી જોઈને લગ્ન કરે છે તેને લગ્ન છેતરપિંડી કાયદાની કલમ 1325(c) હેઠળ પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.તમને જણાવી દઈએ કે અમેરિકામાં નાગરિકતા મેળવવાનો સૌથી સરળ રસ્તો લગ્ન દ્વારા છે. એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યાં વિદેશી નાગરિકો અમેરિકન નાગરિકતા મેળવવા માટે અમેરિકન છોકરીઓ સાથે લગ્ન કરે છે અને પછી છૂટાછેડા લે છે.
તે જ સમયે, કેટલાક કિસ્સાઓમાં અમેરિકન નાગરિકો પૈસા માટે લગ્ન કરે છે અને પછી છૂટાછેડા લે છે. ટ્રમ્પ પ્રશાસનના મતે, હવે જો કોઈ વિદેશી આવું કરશે તો તેને કરોડો રૂપિયાનો દંડ અને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે. એજન્સીએ સામાન્ય લોકોને લગ્નની છેતરપિંડીમાં સંડોવાયેલા લોકો અથવા ઇમિગ્રેશનનો ખોટો લાભ લેનારા લોકો વિશે સંકેતો આપવા પણ કહ્યું છે.
આ ઉપરાંત, અમેરિકી વહીવટીતંત્રે અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સ માટે ચેતવણી જારી કરી છે , જેનાથી લાખો લોકોની ચિંતા વધી ગઈ છે.યુએસ સરકારના વિભાગે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે. “વિઝા જારી થયા પછી, યુ.એસ. વિઝા સ્ક્રીનીંગ અટકતું નથી. અમે વિઝા ધારકોની સતત તપાસ કરીએ છીએ જેથી ખાતરી કરી શકાય કે તેઓ યુ.એસ.ના તમામ કાયદાઓ અને ઇમિગ્રેશન નિયમોનું પાલન કરે છે.
જો કોઈ વિઝા ધારક અમેરિકાના તમામ કાયદા અને ઇમિગ્રેશન નિયમોનું પાલન નહીં કરે, તો અમે તેમના વિઝા રદ કરીશું અને તેમને દેશનિકાલ કરીશું. અમેરિકન સરકારની નવી સૂચનાઓ અનુસાર, જેમને અમેરિકામાં કામ કરવા અને રહેવા માટે વિઝા મળ્યા છે તેઓ પણ સતત અમેરિકન વહીવટીતંત્રના રડાર પર રહેશે.
આ પણ વાંચો:ટેરિફ વિવાદ વચ્ચે કેનેડાએ ટ્રમ્પ સામે લાલ આંખ કરી, F-35 ફાઇટર જેટ પર ફટકો મારવાની તૈયારી કરી
આ પણ વાંચો:ટ્રમ્પે યુરોપિયન યુનિયનને આપી ધમકી, કહ્યું- યુરોપિયન દારૂ, વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લાદશે