Not Set/ વડોદરા: બહુમાળી ઇમારતમાં લાગી આગ, પાંચમા માળે આગથી દોડધામ મચી

વડોદરામાં આ આગ લાગવાની ત્રીજી ઘટના સામે આવી છે. પહેલા લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા હતાં. વડોદરાના ફતેહગંજ વિસ્તારની બહુમાણી ઇમારતમાં આગ લાગી હતી. મળતી માહીતી મુજબ, બહુમાળી ઇમારતના ભાગ્યોદય કોમ્પલેક્ષના પાંચમાં માળ પર આગ લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આ આગને કારણે કર્મચારીનો જીવ તાળવે ચોંટી ગયા હતા અને કર્મચારીઓ પોતાના જીવ […]

Gujarat

વડોદરામાં આ આગ લાગવાની ત્રીજી ઘટના સામે આવી છે. પહેલા લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા હતાં. વડોદરાના ફતેહગંજ વિસ્તારની બહુમાણી ઇમારતમાં આગ લાગી હતી.

મળતી માહીતી મુજબ, બહુમાળી ઇમારતના ભાગ્યોદય કોમ્પલેક્ષના પાંચમાં માળ પર આગ લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આ આગને કારણે કર્મચારીનો જીવ તાળવે ચોંટી ગયા હતા અને કર્મચારીઓ પોતાના જીવ બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા

ભારે જહેમત બાદ બે ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવ્યો હતો. જેને લઇને સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો. મહત્વનું છે કે, આ આગ લાગવાની ઘટનામાં સદ્દનસીબે કોઈ પણ જાનહાની થઈ નહોતી.