મુંબઇ
વિવાદોથી ઘેરાયેલી ફિલ્મ પદ્માવત ચાર રાજ્યોના સિનેમાઘરોમાં રીલીઝ નથી થઇ જો કે તેમ છતાં પણ સંજય લીલા ભણસાળીની આ ફિલ્મને પહેલા દિવસ સારૂ ઓપનિંગ મળ્યું છે.બૉક્સ ઑફિસનો રિપોર્ટ જોઇતો તો પ્રથમ દિવસે પદ્માવતની કમાણી 18 કરોડની થઈ છે. આ ફિલ્મને પ્રથમ દિવસે 50-55 ટકા ઓપનિંગ મળ્યું છે.
પદ્માવતની સૌથી વધુ 7 કરોડ રૂપિયાની કમાણી મુંબઈથી થઇ છે.દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આ ફિલ્મે લગભગ 3 કરોડની કમાણી કરી છે,જ્યારે ઉત્તર પંજાબમાં આ ફિલ્મે લગભગ 1.70 કરોડની કમાણી કરી છે.હૈદરાબાદની નિઝામ વિસ્તારમાં પણ આ ફિલ્મની કમાણીનો આંકડા સારો રહ્યો છે. અહીં ફિલ્મ 2.25 કરોડની કમાણી કરી છે.
પદ્મવાતની વિદેશોમાં કમાણીની વાત કરીએ તો ફિલ્મે ઑસ્ટ્રેલિયામાં 1.88 કરોડની કમાણી કરી છે.આ ફિલ્મના કમાણી માટે પ્રોડ્યુસરને ખૂબ જ મુશ્કેલી થઈ છે,કારણ કે આ ફિલ્મને અનેક રાજ્યોના સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં નથી આવી.
ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણે પણ જણાવ્યું હતું કે ફિલ્મ બોક્સ-ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરશે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 190 કરોડ રૂપિયા બજેટ બનાવવામાં આવી છે આ ફિલ્મ હિન્દી સાથે સાથે તેલુગુ અને તમિલ ભાષામાં પણ રીલિઝ કરવામાં આવી રહી છે.
