દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ દારૂની બંદીને ડામવા માટે ટિમો બનાવી નાકા બંદી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પગલે મધ્ય પ્રદેશ તરફથી આવતી એક ક્રુઝર જીપ અટકાવવાની કોસીસ કરાતા તે પોલીસને ચકમો આપી નાસી છૂટી હતી.

જેનો મેસેજ આપી ગાડીને આગળ ઇન્ટરસેપ્ટ કરીને પીછો કરાતા ડ્રાઈવર સુરત પાસિંગની આ ક્રુઝર જીપ મૂકી નાસી ગયો હતો અને પોલીસે આ જીપ કબજે કરી હતી આ જીપ માંથી 50 પેટી જેટલો વિદેશી દારૂ તથા બિયર મળી આવી હતી. પોલીસે કુલ 4 લાખથી વધુનો મુદ્દા માલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
