Not Set/ આજે છે “ગઝલ સમ્રાટ” જગજીતસિંહનો ૭૭ મો જન્મદિવસ, જાણો તેમના જીવનની અજાણી વાતો

દેશભરમાં “ગઝલ સમ્રાટ” તરીખે જાણીતા જગજીતસિંહનો આજે ૭૭ મો જન્મદિવસ છે. જગજિત સિંહ એટલે એ અવાજ જે દરેક લોકોના દિલને સ્પર્શે છે. પછી તે ઝૂકી ઝૂકી નજર હોય ,દેશમાં નીકલ ચાંદ હોય જગજિત સિંહની દરેક ગજલ દિલમા વસી જાય છે. આ ઉપરાંત અર્થ, પ્રેમગીત, ખુદાઈ અને સાથસાથ જેવી બોલીવુડ ફિલ્મોમાં તેમની ગઝલો ખુબ વખણાઇ છે. ગજલ સમ્રાટ જો […]

India

દેશભરમાં “ગઝલ સમ્રાટ” તરીખે જાણીતા જગજીતસિંહનો આજે ૭૭ મો જન્મદિવસ છે. જગજિત સિંહ એટલે એ અવાજ જે દરેક લોકોના દિલને સ્પર્શે છે. પછી તે ઝૂકી ઝૂકી નજર હોય ,દેશમાં નીકલ ચાંદ હોય જગજિત સિંહની દરેક ગજલ દિલમા વસી જાય છે. આ ઉપરાંત અર્થ, પ્રેમગીત, ખુદાઈ અને સાથસાથ જેવી બોલીવુડ ફિલ્મોમાં તેમની ગઝલો ખુબ વખણાઇ છે. ગજલ સમ્રાટ જો જીવતા હોત તો આજે તે તેમનો ૭૭ મો જન્મદિવસ મનાવી રહયા હોત.

જાણો, ગઝલ સમ્રાટની અજાણી વાતો :

દેશના જાણીતા ગઝલ ગાયક જગજીત સિંહનો જન્મ ૮ ફેબ્રુઆરી, ૧૯૪૧ના રોજ શ્રીગંગાનગર, રાજસ્થાનમાં થયો હતો. તેમનું મૂળ નામ જગમોહન સિંહ ધિમન હતું.

જગજીત સિંહને તેમના પિતા એક સરકારી ઓફિસર બનાવવા માંગતા હતા પણ સંગીતમાં તેઓની રુચિ જોઇને પિતાએ તેઓને સંગીતનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો હતો. જગજીત સિંહે પહેલા પંડિત છગનલાલ શર્મા અને ત્યારબાદ ઉસ્તાદ જમાલ ખાન પાસેથી સંગીતનું જ્ઞાન મેળવ્યું હતું.

જગજીતસિંહે પોતાના કેરિયરની શરૂઆત આકાશવાણી જલંધર માટે ગીત કંપોઝ કરીને કર્યું હતું.

ગઝલની દુનિયામાં પ્રવેશતા પહેલા જગજીતસિંહે ખૂબ સંઘર્ષ કર્યો હતો.

જગજીતસિંહે તેમની પત્ની ચિત્રાસિંહ સાથે મળીને ૧૯૮૦ ના દાયકામાં અનેક ગઝલો ગાઈ પ્રશંસા મેળવી હતી.

ગઝલના તેમણે અનેક આલ્બમ બહાર પાડ્યા હતા. જેમ કે ‘ધ લેટેસ્ટ’, ‘સમવન સમવેર’, ‘સિલસિલે’ વગેરે.

જગજીતસિંઘને ગઝલચાહકોએ “ગઝલ સમ્રાટ”નું બિરુદ આપ્યું છે.

અર્થ, પ્રેમગીત, ખુદાઈ અને સાથસાથ જેવી બોલીવુડ ફિલ્મોમાં તેમની ગઝલો ખુબ વખણાઇ છે.

વર્ષ ૨૦૧૨માં રાજસ્થાન સરકારે તેમને મરણોત્તર “રાજસ્થાન રત્ન” પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

૧૯૯૮માં  જગજીતસિંઘને ભારતનું સાહિત્ય સન્માન, સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

૨૦૦૩માં ભારત સરકાર દ્વારા જગજીતસિંઘને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર “પદ્મભૂષણ” એનાયત કરવામાં આવ્યો હતો.

૨૦૦૪માં ભારત સરકારે તેમના મનમાં બે પોસ્ટલ સ્ટેમ્પનો સમૂહ પણ રિલીઝ કર્યો હતો.

૧૦ ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ મુંબઈમાં બ્રેનહેમરેજથી તેમનું નિધન થયું હતું.