પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 થી 12 ફેબ્રુઆરી દરમિયાન તેમની વિદેશ યાત્રામાં ત્રણ ગલ્ફ દેશો પેલેસ્ટાઇન, યુએઈ, ઓમાનની યાત્રાએ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગલ્ફ અને વેસ્ટ એશિયાના દેશોની 4 દિવસમાં ૩ નેતાઓ સાથે મુલાકાત કરશે.
Prime Minister Narendra Modi embarks on three nation visit to Palestine, Oman and the UAE. pic.twitter.com/HhTYMAu7Ld
— ANI (@ANI) February 9, 2018
ત્યારે પેલેસ્ટાઈનના વડાપ્રધાન ડૉ. રામી હમદલ્લાહએ નરેન્દ્ર મોદીને વર્લ્ડ લીડર ગણાવ્યા છે. પીએમ મોદી આજે પેલેસ્ટાઈન જવા રવાના થવાના છે. અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી એવા પ્રથમ વડાપ્રધાન છે જે પેલેસ્ટાઈનની મુલાકાત લેવાના છે.
ડૉ. હમદલ્લાહે કહ્યું કે, મોદી પશ્ચિમ એશિયાના નેતાઓ વચ્ચે તેમના સારા વર્તન અને બળના આધારે ઈઝરાયલ સાથે તેમનો ઝઘડો પૂરો કરવા માટે મહત્વનો રોલ નીભાવી શકે છે. દાવોસમાં મોદીએ ક્લાઈમેટ ચેન્જ અને આર્થિક સહયોગ વિશે જોઈન્ટ ગ્લોબલ એક્શનનું આહવન કર્યું છે.અમે તેનું સમર્થન કર્યું છે.
તેમણે કહ્યું કે, અમારા જેવા વિકાસશીલ દેશો માટે ભારતનું આર્થિક અને રાજકીય ક્ષેત્રે ઉદય થવો સારી વાત છે. તે ઉપરાંત પેલેસ્ટાઈનના પીએમએ માન્યું કે, પાકિસ્તાની રેલીમાં આતંકી હાફિઝ સઈદ સાથે સ્ટેજ શેર કરવું તે તેમના એમ્બેસેડરની ભૂલ હતી. તેને યોગ્ય ન ગણાવી શકાય.
