Not Set/ સુરત: ‘ખલાસ’ થયેલા ઉજાલા લેમ્પનું ગોડાઉન જનતાએ પકડી પાડ્યું, સોશિયલ મીડીયા પર વીડિયો વાયરલ

સુરત સુરતના વરાછા વિસ્તારમાં એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેનો વીડીયો સોશ્યલ મીડિયામાં ખૂજબ જ વાયરલ થઈ રહ્યો છે. સરકારે ઉજાલા લેમ્પ, પંખા, ટ્યુબ લાઇટ વગેરે ઇલેક્ટ્રિક સાધનો ગરીબ અને મધ્યમ વર્ગને રાહત દરે આપવાની યોજના જાહેર કરી હતી. જો કે ગઈકાલે સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલા જીઈબી ખાતે જ્યારે લોકો આ વસ્તુઓ લેવા માટે […]

Top Stories

સુરત

સુરતના વરાછા વિસ્તારમાં એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેનો વીડીયો સોશ્યલ મીડિયામાં ખૂજબ જ વાયરલ થઈ રહ્યો છે. સરકારે ઉજાલા લેમ્પ, પંખા, ટ્યુબ લાઇટ વગેરે ઇલેક્ટ્રિક સાધનો ગરીબ અને મધ્યમ વર્ગને રાહત દરે આપવાની યોજના જાહેર કરી હતી.

જો કે ગઈકાલે સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલા જીઈબી ખાતે જ્યારે લોકો આ વસ્તુઓ લેવા માટે ગયા હતા ત્યારે ત્યાં જીઈબી દ્વારા જથ્થો ખલાસ થઈ ગયાનું 12 ફેબ્રુઆરીથી બોર્ડ મારવામાં આવ્યુ હતુ.

વરાછા વિસ્તારમાં આવેલી જીઈબીની ઓફિસમાં ઉજાલા લેમ્પ, ન હોવાનું કહેવામાં આવ્યું અને લોકોને શંકા જતા લોકો જાતે જ ઓફિસમાં ઘુસી ગયા હતાં અને ઓફિસમાં જોતા જ ત્યાં ઉજળા લેમ્પ, ટ્યુબલાઈટ, પંખા મળી આવ્યાં હતાં. આ સમગ્ર કૌભાંડનો વિડીયો સોશ્યલ મીડિયામાં હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

જીઇબીના અધિકારીએ જણવ્યું હતું કે ક્યારેક એવું બની શકે કે સ્ટોક ના હોય પરંતુ લોકો જાતે જ ઓફીસમાં ઘૂસીને વીડીયો બનાવે તેવો કોઈ બનાવ અમારી સામે આવ્યો જ નથી.

આ વાયરલ વિડીયો અંગે  જીઇબીના અધિકારીઓ સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તે આ ફોનનો જવાબ આપી રહ્યાં ન હોતા. મોટી સંખ્યામાં લેમ્પ, પંખા અને ટ્યુબલાઈટનો જથ્થો મળી આવ્યો હતો, જેથી લોકોએ હોબાળો મચાવ્યો હતો. અને લોકોએ એમ પણ આક્ષેપ લગાવ્યો હતો કે આ બવ મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે.

આ મુદ્દે મંતવ્ય ન્યુઝે ઊર્જામંત્રી સૌરભ પટેલ અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને વિગતો માટે ફોન કરતા તેઓએ ફોન ઉપાડ્યા ન હતા. ત્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરના પગલા લેવાશે કે કેમ તે એક સવાલ ઉભો થયો છે.