Not Set/ VIDEO : bjpના આ સાંસદે શૌચાલયમાં સફાઈ કરીને કેવી રીતે સ્વચ્છતાના મિશનને પાડ્યું પાર, જુઓ

મધ્યપ્રદેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી લગભગ ચાર વર્ષ પહેલા ૨ ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે દિલ્લીમાં પોતે જાડું ઉપાડીને “સ્વરછ ભારત અભિયાન” ની શરૂઆત કરી હતી. પીએમ મોદીના આ મહત્વકાંક્ષી મિશન પર બીજેપીના કોઈ મંત્રી કે સાંસદ ગંભીર ન હોય પણ મધ્ય પ્રદેશના રીવા લોકસભા સીટ પરથી સાંસદ જનાર્દન મિશ્રાએ સ્વચ્છતા અંગે એક એવું કામ કર્યું […]

India

મધ્યપ્રદેશ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી લગભગ ચાર વર્ષ પહેલા ૨ ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે દિલ્લીમાં પોતે જાડું ઉપાડીને “સ્વરછ ભારત અભિયાન” ની શરૂઆત કરી હતી. પીએમ મોદીના આ મહત્વકાંક્ષી મિશન પર બીજેપીના કોઈ મંત્રી કે સાંસદ ગંભીર ન હોય પણ મધ્ય પ્રદેશના રીવા લોકસભા સીટ પરથી સાંસદ જનાર્દન મિશ્રાએ સ્વચ્છતા અંગે એક એવું કામ કર્યું છે કે તેઓની દેશભરમાં પ્રસંશા થઇ રહી છે. સોશિયલ મીડિયામાં લોકો તેઓની ભારોભાર પ્રસંશા કરી રહ્યા છે. આ કામ અંગે સાંસદ મિશ્રાનો વિડીયો પણ વાઈરલ થઇ રહ્યો છે.

https://twitter.com/_/status/964137997892505601

હકીકતમાં, સાંસદ જનાર્દન મિશ્રા રીવા જીલ્લાની ભુશુડી ગ્રામ પંચાયતની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓએ ત્યાની સ્થાનિક સરકારી પ્રાથમિક શાળાની પણ મુલાકાત માટે પહોંચ્યા ત્યારે તેઓની નજર ત્યાં બનેલા શૌચાલય પર પડી હતી. તેઓએ જોયું કે, શૌચાલયમાં માટી ભરી પડી છે અને જામ થઇ ગયું છે.

ત્યારબાદ સાંસદ જનાર્ધન મિશ્રાએ કોઈને ચૂચના આપ્યા વગર પોતે જ આ શૌચાલયની માટી નીકળવાની શરુ કરી દીધી હતી. આ દરમિયાન તેઓ ન તો કોઈ શિક્ષક પર ગુસ્સે થયા હતા તે કોઈ સુચના આપી હતી. જયારે તેઓ આ શૌચાલય સાફ કરી રહ્યા હતા ત્યારે તેઓનો વિડીયો બની ગયો હતો અને આ વિડીયો વાઈરલ થયો હતો.

સાંસદ જનાર્ધન મિશ્રાએ પણ આ વિડીયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો. તેઓએ લખ્યું, “ રીવા જીલ્લાની ભુશુડી ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે સરકારી પ્રાથમિક શાળામાં બંધ પડેલા શૌચાલયમાં સાફ સફાઈ કરી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં લોકો તેઓની ભારોભાર પ્રસંશા કરી રહ્યા છે.