ગાંધીનગર,
રાજ્યમાં યોજાયેલી નગરપાલિકાઓની ચૂંટણી બાદ ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાયેલી બે જીલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી શુક્રવારે હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા જીલ્લાની ૬૬ અને ખેડા જીલ્લાની કુલ ૪૪ સીટો પર મતગણતરી શરુ થઇ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાની જીલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવી છે. બનાસકાંઠાની ૬૬ બેઠકોમાંથી કોંગ્રેસના ફાળે ૩૫ જયારે સત્તાધારી પક્ષ બીજેપીને ૨૯ બેઠકો મળી છે. જયારે ખેડા જીલ્લા પંચાયતની ૪૪ બેઠકોમાંથી બીજેપી ૨૮ અને કોંગ્રેસે ૧૬ સીટ પર વિજય મેળવ્યો છે.
બનાસકાંઠા અને ખેડાની પંચાયત ચૂંટણી ઉપરાંત જીલ્લા પંચાયતની ૫ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં બીજેપીએ મેદાન માર્યું છે. આ ૫૪ બેઠકોમાંથી તાપી, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં બીજેપી જયારે આણંદ અને ભરૂચમાં કોંગ્રેસને જીત મળી છે.
બે જીલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચુટણીની મતગણતરીની અપડેટસ,
- બનાસકાંઠાની તાલુકા પંચાયતની બેઠકો પર કોંગ્રેસનો કબ્જો
- દાંતા તા.પં.ની ૨૬ માંથી ૨૨ બેઠકના પરિણામ જાહેર
- ૧૪ બેઠક પર કોંગ્રેસનો અને ૮ પર ભાજપનો વિજય
- જિલ્લા પંચાયતમાં ૫ સીટોના પરિણામ જાહેર
- જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર કોંગ્રેસનો વિજય
- દાંતા તાલુકા પંચાયત ભદ્રમાળ-3માં કોગ્રેસનો વિજય.
- બાઇવાડા તાલુકા પંચાયતની સીટ પર ભાજપનો વિજય
- વડગામ તાલુકા પંચાયતની બાવલચુડી સીટ ભાજપને ફાળે
- ડીસા તાલુકા પંચાયતની પેછડાલ સીટ પર ભાજપનો વિજય
- જિલ્લા પંચાયતની ભડથ સીટ પર ભાજપનો વિજય
- દાંતીવાડા તાલુકા પંચાયતની ભાખર સીટ પર કોંગ્રેસનો વિજય
- અમીરગઢ તા.પં.ની પાંચ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો
- ખુણિયા બેઠક પર ભાજપનો વિજય
- દાંતાના ધારાસભ્યના પુત્રનો થયો પરાજય
- ડીસાની ભાચરવા તાલુકા પંચાયત પર ભાજપનો વિજય
- ખરડોસન તાલુકા પંચાયત પર ભાજપનો વિજય
- કુચાવડા તાલુકા પંચાયત પર ભાજપનો વિજય
- દાંતીવાડા જિ.પં. કોંગ્રેસના ઉમેદવાર જેન્તીજી ઠાકોર વિજેતા
- માલગઢ જિ.પં.ની બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય
- ખેડાની તાલુકા પંચાયતની ટીંબા બેઠક પર ભાજપનો વિજય
- ખેડા જિલ્લા પંચાયતની મહીજ બેઠક પર ભાજપની જીત
- કાંકરેજ જિલ્લા પંચાયતની કંબોઈ સીટ પર કોંગ્રેસનો વિજય
- દાંતા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય
- કઠલાલ તા.પં.ની ભાનેર બેઠક પર કોંગ્રેસનો વિજય
- અમરેલી-ધારી તા.પં.ની બેઠક પર કોંગ્રેસની જીત
- થરાદ તાલુકા પંચાયતની બેઠક ભાજપના ફાળે
- દાંતીવાડા તા.પં.ની ભાખર સીટ પર કોંગ્રેસનો વિજય
- વડગામ તા.પં.ની બાવળચૂડી સીટ પર ભાજપનો વિજય
- અમીરગઢ તા.પં.ની સીટ પર ભાજપના પાયલબેન મોદીનો વિજય
- ડીસા તા.પં.ની બાઈવાડા સીટ પર ભાજપ વિજેતા
- ધાનેરા તાલુકાની જડિયા તા.પં.ની સીટ પર અપક્ષનો વિજય
- ધાનેરા તા.પં.ની નેનાવા સીટ પર ભાજપ વિજેતા
- અમરેલીના કુંકાવાવ તા.પં.ની બેઠક પર ભાજપની જીત
- અમીરગઢ તાલુકા પંચાયતની સીટ પર ભાજપના ઉમેદવારની જીત
- ગાંધીનગરના અડાલજ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસની જીત
- ડીસા તા.પં.ની બાઈવાડા સીટ પર ભાજપ વિજેતા
- ધાનેરા તાલુકાની જડિયા તા.પં.ની સીટ પર અપક્ષની જીત
- અંબાજી તા.પં.ની બે બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત
- કપડવંજ તા.પં. ની અલવા બેઠક ઉપર ભાજપનો વિજય
- દિયોદર તાલુકા પંચાયતની એક બેઠક કોંગ્રેસના ફાળે
- પાલનપુર તા.પં. ની ખોડલા અને ચડોતર સીટ પર ભાજપ જીત
- ખેડાની હરિયાળા બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટાયા
- કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપને ૨ બેઠકો મળી
- પાલનપુર તાલુકા પંચાયતની ભુતેડી સીટ પર કોંગ્રેસની જીત
- ખેડા તાલુકાની હરિયાળા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત
- ડીસા તાલુકા પંચાયતની જેરડા સીટ કોંગ્રેસના ફાળે
- દાંતા તાલુકા પંચાયતની એક બેઠક ભાજપના ફાળે
- ભાભર તાલુકા પંચાયતની એક બેઠક કોંગ્રેસના ફાળે
