Not Set/ જૂનાગઢમાં શુટિંગ કરી રહી છે કંગના રનૌત,જુઓ ખાસ Photos

મુંબઈ બોલીવુડની અભિનેત્રી કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ ‘મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ’ ઝાંસીનું શુટિંગ હાલમાં જૂનાગઢના એક કિલ્લામાં થઇ રહ્યું છે. જૂનાગઢના સેટ પરથી ગુરુવારના રોજ ફોટો  વાયરલ થયા હોવાનું સામે આવ્યું છે. વાયરલ ફોટામાં કંગના રનૌત રાની લક્ષ્મીબાઈના રૂપમાં જોવા મળી રહી છે. માનવામાં આવે છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં જ્વેલરી અને ડ્રેસિંગ ના કારણે […]

Entertainment

મુંબઈ

બોલીવુડની અભિનેત્રી કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ ‘મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ’ ઝાંસીનું શુટિંગ હાલમાં જૂનાગઢના એક કિલ્લામાં થઇ રહ્યું છે. જૂનાગઢના સેટ પરથી ગુરુવારના રોજ ફોટો  વાયરલ થયા હોવાનું સામે આવ્યું છે. વાયરલ ફોટામાં કંગના રનૌત રાની લક્ષ્મીબાઈના રૂપમાં જોવા મળી રહી છે.

માનવામાં આવે છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં જ્વેલરી અને ડ્રેસિંગ ના કારણે પણ લોકો ફિલ્મ જોવા જાય છે અને હાલમાં જ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત રીલીઝ થઇ છે. જેમાં દીપિકા પાદુકોણ ચિતોડની રાણીના રૂપમાં જોવા મળી હતી. અને તેના આ અભિનયને દર્શકો દ્રારા  ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ  કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ’ઝાંસીના સેટ પરથી વાયરલ થયેલા ફોટાને જોયને લાગે છે કે ચિતોડની રાણી દીપિકાને  ઝાંસીની રાણી કંગના રનૌત જ્વેલરી અને ડ્રેસિંગના મામલે ટક્કર આપશે.

https://instagram.com/p/BfgSQkpnpO8/?utm_source=ig_embed&utm_campaign=embed_profile_upsell_test&action=save

ઉલ્લેખનીય છે કે નિર્માતાઓ હાલમાં આ ફિલ્મ ક્યારે રીલીઝ થશે. તે જણાવી નથી રહ્યા પરંતુ મળતી માહિતી મુજબ આ ફિલ્મ એપ્રિલના બદલે ઓગસ્ટમાં રીલીઝ કરવામાં આવી શકે છે.

https://instagram.com/p/BfgbS1tAIud/?utm_source=ig_embed&utm_campaign=embed_profile_upsell_test&action=save

મહત્વનું છે કે આ ફિલ્મમાં કંગના રનૌત ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના અવતારમાં જોવા મળશે. જેમાં કંગના રનૌત જ્વેલરી અને મરાઠી સાડીમાં અલગ જ જોવા મળશે.