Not Set/ ઘરમાં બહાર જેવું દહીં જમાવવું છે તો અપનાવો આ ટીપ્સ

ભારતભરમાં પ્રાચીન સમયથી જ લોકો દૂધમાંથી દહીં મોટાભાગે ઘરે જ જમાવે છે. પરંતુ આ દહીં એ બજારમાં જે દહીં મળે છે તેના જેવું જામતું નથી. ઘણા બાળકોને બજારનું દહીં જ વધારે પસંદ આવતું હોય છે. તો ચિંતા ના કરો આજે અમે તમને બજાર જેવું દહીં જમાવવા માટેની કેટલીક ટીપ્સ જણાવશું : સૌપ્રથમ દૂધને ઉકાળો અને […]

Uncategorized

ભારતભરમાં પ્રાચીન સમયથી જ લોકો દૂધમાંથી દહીં મોટાભાગે ઘરે જ જમાવે છે. પરંતુ આ દહીં એ બજારમાં જે દહીં મળે છે તેના જેવું જામતું નથી. ઘણા બાળકોને બજારનું દહીં જ વધારે પસંદ આવતું હોય છે.

તો ચિંતા ના કરો આજે અમે તમને બજાર જેવું દહીં જમાવવા માટેની કેટલીક ટીપ્સ જણાવશું :

સૌપ્રથમ દૂધને ઉકાળો અને ત્યારબાદ ઠંડુ થવા દો. જયારે દૂધ થોડું ઓછુ ગરમ થાય ત્યારે તેમાં દહીનું મેણવણ નાખી દો. હવે તેને ચમચીથી સરખી રીતે મિક્સ કરી દો.ત્યારબાદ તેને ઢાંકીને ૩-૪ કલાક જામવા માટે મૂકી દો. જો દહીં જામી ગયેલું જણાય તો તેને એક કલાક માટે ફ્રીજમાં મૂકી દો જેથી થોડું કડક બની જાય.

આ રીતથી તમારું દહીં બજારમાં મળતા દહીં જેવું જ લાગશે.

દહીં વિશે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • દહીને એલ્યુમિનિયમ વાસણમાં જમાવવાથી તે કડવું નહિ લાગે અને એ સારી રીતે જામે છે.
  • જો દૂધ વધારે ગરમ હોય તો તેમાં દહીં ન નાખવું તેમ કરવાથી દહીં માંથી પાણી છુટું પડશે.
  • દહીં જમાવતી વખતે તે બહુ ગરમ કે બહુ ઠંડુ ન હોવું જોઈએ.
  • જો તમારે ઘટ્ટ દહીં જમાવવું હોય તો ફૂલક્રીમવાળા દૂધનો ઉપયોગ કરો.
  • જો શક્ય હોય તો દહીં માટી કે ચીની વાસણમાં જમાવો.