1970 માં કૃષ્ણ સ્વામી અને સરોજાના ઘરે બેંગ્લોરમાં જન્મેલા આ લેગ-સ્પિનરના નામ પર થી તેમના શહેરમાં એક ચાર રસ્તાને તેમનું નામ આપવામાં આવ્યુ છે.
જમ્બો .. હા! અનિલ કુંબલે, મુથિયા મુરલીધરન (800) અને શેન વોર્ન (708), પછી સૌથી વધુ સફળ બોલર જેણે 619 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા સૌથી સફળ બોલર અનિલ કુંબલે આજે (17 ઓક્ટોબર) 49 વર્ષ પૂરા કર્યા છે. 1970 માં કૃષ્ણ સ્વામી અને સરોજાના ઘરે બેંગ્લોરમાં જન્મેલા આ લેગ-સ્પિનરના સમ્માનમાં બેંગલોરમાં એક સર્કલ નું નામ અનિલ કુંબલે સર્કલ રાખવામા આવ્યું છે.
https://twitter.com/ICC/status/1184657789517533188
કુંબલેને જમ્બો કેમ કહેવામાં આવે છે ..?
જ્યારે તેના ચાહકોના પ્રશ્નોના જવાબો આપતાં કુંબલેએ જાતે જ ટ્વિટર પર આ રહસ્યનો પડદો ઉચક્યો હતો, અને જણાવ્યુ હતું કે, આ જમ્બો ઉપનામ બીજા કોઈ એ નહીં પણ ‘નવજોતસિંહ સિદ્ધુએ આપ્યું છે. હું જ્યારે હું ઈરાની ટ્રોફી માટે દિલ્હીના કોટલામાં રેસ્ટ ઓફ ઈન્ડિયા માટે રમી રહ્યો હતો અને સિદ્ધૂ મિડ ઓન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, ત્યારે મારા કેટલાક બોલ અચાનક ઉછળી રહ્યા હતા, ત્યારબાદ સિદ્ધુએ ‘જમ્બો જેટ’ કહ્યું હતું. બાદમાં જેટ પાછું ખેંચી લીધું. બસ ત્યાર થી જ જંબો જ બની રહ્યો છું. ત્યારથી મારી બધી ટીમના સાથીઓએ મને જમ્બો કહેવાનું શરૂ કર્યું.
https://twitter.com/VKxSana/status/750048495055278085
વિરાટ-કુંબલે મતભેદ ક્રિકેટ જગતમાં પ્રખ્યાત
1990-2008ની 18 વર્ષની ટેસ્ટ કારકિર્દી દરમિયાન કુંબલેનો વિવાદો સાથે કોઈ સંબંધ નહોતો. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે, કેપ્ટન વિરાટ કોહલી સાથે બહુ ચર્ચિત મતભેદો વચ્ચે તેમને જૂન 2017 માં રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે- ‘મને કહેવામાં આવ્યું કે કેપ્ટનને મારી કામ કરવાની શૈલીમાં સમસ્યા છે.’ આમ તેમના સફળ કાર્યકાળનો કડવો અંત આવ્યો. ભારતીય ટીમે અનિલ કુંબલેના કોચ હેઠળ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. ભારતીય ટીમે 17 ટેસ્ટ રમી હતી, જેમાંથી 12 મેચ ટીમ દ્વારા જીતી લેવામાં આવી હતી અને ટીમ માત્ર 1 માં જ હારી ગઈ હતી.

એન્ટિગામાં, તે એક વાસ્તવિક હીરો બન્યો
2002 માં વેસ્ટ ઇન્ડીઝ સામેની એન્ટિગા ટેસ્ટમાં, અનિલ કુંબલેએ જે કર્યું હતું, તે સમયે બીજું કોઈ કરી શક્યું ન હતું. તે મેચ માં કુંબલેના જડબામાં ઈજા થઈ હતી. પરંતુ તે પાટો બાંધીને બોલિંગ કરવા નીચે આવ્યો હતો. તેણે 14 ઓવર ફેંકી હતી જેમાં તેણે બ્રાયન લારાની એલબીડબ્લ્યુ દ્વારા વિકેટ લીધી હતી.
ઇંગ્લેંડનો જીમ લેકર પછી, તે ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લેનાર એકમાત્ર બોલર છે. 4 ફેબ્રુઆરી 1999 ના રોજ પાકિસ્તાન વિરુદ્ધ શરૂ થયેલી દિલ્હી ટેસ્ટમાં 26.3 ઓવરમાં 9 મેડન રાખીને 74 રન આપીને 10 વિકેટ લીધી હતી.
Happy Birthday @anilkumble1074
Most Test Wickets for India – 619
Most ODI Wickets for India – 337
Only Second Bowler to take 10 wickets in a Test innings – 10 for 74 against Pakistan at Delhi, 1999
Wisden Cricketer of the Year 1996pic.twitter.com/wykRnULhil— Cricketopia (@CricketopiaCom) October 17, 2019
ઓગસ્ટ 2007 માં, અનિલ કુંબલેએ ઇંગ્લેન્ડ સામે પ્રથમ સદી (અણનમ 110) ફટકારી હતી. સદી ફટકારવામાં તેને 118 ટેસ્ટનો સમય લાગ્યો, જે તે એક રેકોર્ડ જ છે.
-કુંબલે ચેતના સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર અને બે પુત્રી છે, જે ચેતનાના અગાઉના લગ્નથી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
