મુંબઈ
બોલીવુડની ચાંદની જયારે આ દુનિયા છોડીને જતી રહી છે. ત્યારે તેમની સંપતિને લઈને હવે ચર્ચા કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે શ્રીદેવી હંમેશા તે ડિઝાઇનર કપડા,જ્વેલરી અને તેની અદાથી દરેક પાર્ટીમાં તે અલગ તરી આવતી હતી. શ્રીદેવીના કપડાથી લઈને તેમની જ્વેલરી,મેકઅપથી તે ચર્ચામાં રહતી હતી.
૮૦ના દાયકાની આ અભિનેત્રી પાસે કુલ ૨૪૭ કરોડની સંપતિ છે તેવું કહેવાય રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે શ્રીદેવીએ તેમની પોતાની કમાણી માંથી ૩ બંગલા ખરીદ્યા હતા. જેની કિમત આજની તારીખમાં ૬૨ કરોડ છે.
મોંઘા કપડાથી તેમના કબાટની શોભા વધતી હોય તેમ લાગે છે. શ્રીદેવીને ડિઝાઇનર કપડા અને ડિઝાઇનર જ્વેલરી વધુ શોક હતો. સાથે શ્રીદેવીને ઓડ્ડી, પોર્શ સિયેન અને બેન્ટલે જેવી લગ્જરી કારોનો પણ શોક ધરાવતા હતા. હાલમાં શ્રી પાસે ૭ કાર છે.
શ્રીદેવી બોલીવુડની પહેલી એવી અભિનેત્રી હતી કે જેને એક ફિલ્મમાં ૧ કરોડ ફી ની માંગણી કરી હતી. જો કે એ ફિલ્મ કોઈ કારણોસર પૂરી ન થઇ હતી. પરંતુ જયારે ૧૫ વર્ષ બાદ શ્રીદેવી ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મથી રૂપેરી પડદે પાછા ફર્યા ત્યારે કહેવાય રહ્યું છે કે તેમને આ ફિલ્મ માટે ૫ કરોડ આપવામાં આવ્યા હતા.
