Not Set/ ઈજિપ્તમાં તટીય શહેર અલેક્ઝેંડ્રિયા નજીક બે ટ્રેન અથડાવાની ઘટના

ઈજિપ્તમાં તટીય શહેર અલેક્ઝેંડ્રિયા નજીક બે ટ્રેન અથડાવાની ઘટના સામે આવી છે.. આ ઘટના સર્જાતા 44 લોકોના મોત થયા છે… જ્યારે 180થી વધુ લોકો ઘાયલ થયા છે… જોકે આ ઘટના બાદ હજી પણ મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે… આ ઘટના બાદ રેલવેના અધિકારી મુજબ ટ્રેન અલેક્ઝેંડ્રિયાથી કાહિરી જતી ટ્રેન પોર્ટ સિટી તરફથી આવતી ટ્રેન […]

World

ઈજિપ્તમાં તટીય શહેર અલેક્ઝેંડ્રિયા નજીક બે ટ્રેન અથડાવાની ઘટના સામે આવી છે.. આ ઘટના સર્જાતા 44 લોકોના મોત થયા છે… જ્યારે 180થી વધુ લોકો ઘાયલ થયા છે… જોકે આ ઘટના બાદ હજી પણ મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે… આ ઘટના બાદ રેલવેના અધિકારી મુજબ ટ્રેન અલેક્ઝેંડ્રિયાથી કાહિરી જતી ટ્રેન પોર્ટ સિટી તરફથી આવતી ટ્રેન સાથે ટકરાઈ હતી… આ ઘટનાની જાણ થતા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે હવે બચાવ દળના અધિકારીઓ દ્વારા લોકોની શોધ ખોળ કરવામાં આવી રહી છે… આ ઘટના બાદ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને સરકારી વિભાગોને ઘટનાની તપાસ કરવા અને અકસ્માતના કારણોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.