ગઢડા
ભાવનગરમાં લગ્ન કરવા જઈ રહેલા જાનૈયાઓને અકસ્માત નડતા 26 લોકો મોતને ભેટ્યા છે. ભાવનગર પાસેના બોટાદના રંઘોળા ગામ પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલ રંઘોળા નદીના બ્રિજ પરથી નીચે ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક 25 ફુટ નીચે નદીમાં ખાબક્યા બાદ પલટી મારી જતા ટ્રક નીચે કચડાવાથી ૨૬થી વધુ જાનૈયાઓના મોત થયા હતા.. આ ટ્રક ૬૦ જેટલા લોકો સવાર હતા.

આશરે આ ટ્રક 25 ફૂટ ઊંચા બ્રિજ પરથી નાળામાં ખાબકતાયો હતો. આ અકસ્માતથી પુરા વિસ્તારમાં ચાચર મચી જવા પામી છે. અકસ્માત સર્જાતા ભાવનગર, સિહોર, ઉમરાળાથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સાથે ભાવનગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ અકસ્માતમાં કુલ ૨ બાળકો સહીત ૨૦ મહિલાના મોત થયા હતા.આ ટ્રકમાં અનીડા ગામે રહેતા કોળી પરિવારના પ્રવીણભાઈ વાઘેલાના પુત્રની જાન લઇ જવામાં આવી હતી. આ ઘટનામાં પ્રવીણભાઈ વાઘેલા અને તેમના પત્નીનું પણ મોત થયું છે.
My condolences to all those who lost their loved ones due to an accident near Ranghola in Gujarat. The accident was extremely unfortunate and anguishing. May those who have been injured recover at the earliest: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 6, 2018
આ કરૂણ બનાવ અંગે સીએમ વિજય રૂપાણીએ દિલસોજી વ્યક્ત કરીને પીડીતોને દરેક મદદ કરવાની સુચનાઓ આપી છે.ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે પીડીતોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે.

આ અકસ્માતની સરકારને જાણ થતા સરકારે મદદ માટે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર આપવા આવે અને કલેક્ટરે યુદ્ધના ધોરણે કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
