Not Set/ અમરનાથ યાત્રા પર જવા શ્રદ્ધાળુઓએ બુલેટપ્રૂફ જેકેટ ફરજિયાત પહેરવું પડશે: ગુજરાત સરકારનો આદેશ

ગુજરાત, જમ્મુ-કશ્મીરમાં વર્ષ ૨૦૧૭માં ગુજરાત માંથી ગયેલા અમરનાથ યાત્રીઓ પર એક મોટો હુમલો થયા બાદ ગુજરાત સરકારે રાજ્યમાંથી અમરનાથ યાત્રા પર જવાવાળા યાત્રીઓ પર સુરક્ષા વધારવાનો એક મોટો નિર્યણ લીધો છે. રાજ્ય સરકારના આ આદેશમાં કહ્યું છે કે ગુજરાતમાંથી જવાવાળા બધા યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે બુલેટપ્રૂફ જેકેટ પહેરવું ફરજિયાત અનિવાર્ય રહેશે. આ સૂચનામાં યાત્રાળુઓ […]

Top Stories

ગુજરાત,

જમ્મુ-કશ્મીરમાં વર્ષ ૨૦૧૭માં ગુજરાત માંથી ગયેલા અમરનાથ યાત્રીઓ પર એક મોટો હુમલો થયા બાદ ગુજરાત સરકારે રાજ્યમાંથી અમરનાથ યાત્રા પર જવાવાળા યાત્રીઓ પર સુરક્ષા વધારવાનો એક મોટો નિર્યણ લીધો છે. રાજ્ય સરકારના આ આદેશમાં કહ્યું છે કે ગુજરાતમાંથી જવાવાળા બધા યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે બુલેટપ્રૂફ જેકેટ પહેરવું ફરજિયાત અનિવાર્ય રહેશે.

આ સૂચનામાં યાત્રાળુઓ સિવાય ગાડીઓના ડ્રાઈવરોને પણ નિર્દેશ આપવામાં આવ્યા છે અને ડ્રાઈવરોની ઉંમર જો 50 વર્ષ કરતા વધારે હશે તો તે લોકો યાત્રા માટે ગાડીઓ નહિ ચલાવી શકે. રાજ્ય સરકારના આ આદેશ પછી ટુર ઓપરેટરોમાં ખુબ જ નિરાશા જોવા મળી છે.

પરમીટ માટે nic portal પર તમામ વિગતો ઓનલાઈન અપડેટ કરવાની રહેશે. ઓનલાઈન વિગતમાં વાહનનો નંબર, યાત્રાળુઓના નામ- મોબાઈલ નંબર, રહેણાંક સરનામું, ફેમિલી સગા-સંબંધીઓના નામ- મોબાઈલ નંબર પણ આપવાના રહેશે.

અમરનાથ યાત્રાની પરમીટ આપતી કોઇપણ બસ 8 વર્ષ કરતા વધારે જૂની ન જોવી જોઈએ. અમરનાથ યાત્રામાં 13 વર્ષથી ઓછા અને 75 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિને પરમીટમાં સમાવેશ નહિ કરવામાં આવે. ટૂર ઓપરેટર અને યાત્રાળુઓ ક્યાં રૂટથી કઈ તારીખે જવાના છે તેનો અંદાજીત પ્લાન પરમીટ લેતી વખતે બતાવવાનો રહેશે.

વડોદરાના ટુર એન્ડ ટ્રાવેલ એસોસીએશનના અધ્યક્ષ સિદ્દીકી ગાંધીએ કહ્યું હતું કે, હાલ એક બુલેટપ્રૂફ જેકેટની કિંમત 12 હજાર રૂપિયા છે, હવે યાત્રીઓને ખર્ચમાં વધારો થશે. અમરનાથ યાત્રા માટે દરવર્ષે લગભગ 5 થી 7 હજાર જેટલા યાત્રાળુઓ નોંધણી કરાવે છે.

જમ્મુ કાશ્મીરમાં હાઇવે પર આતંકી હુમલો વર્ષ ૨૦૧૭માં થયો હતો. જેમાં ७ ગુજરાતી યાત્રિકોના મોત નીપજ્યા હતા બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપ્જ્યાં હતા જયારે બીજા ૫ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા અને ૧૨ યાત્રિક ઇજાગ્રસ્ત થયા હતાં. આ હુમલો અનંતનાગ જીલ્લામાં થયો હતો.