Not Set/ ગૂગલે આજે ચિપકો આંદોલનનું બનાવ્યું ડૂડલ, વાંચો શા માટે આજનું ડૂડલ છે ખાસ

ગૂગલ એ  વિશ્વભરના તમામ વિખ્યાત કલાકાર, સંગીતકાર, અભિનેતા અને વૈજ્ઞાનિક જેવા વ્યક્તિને એક દિવસ માટે પોતાનું ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આજે ગૂગલએ કોઈ વ્યક્તિ નહિ પરંતુ એક આંદોલનના ૪૫ વર્ષ પુરા થયા તેને યાદ કરીને લઈને ડૂડલ બનાવ્યું છે. આ આંદોલનએ બીજું કોઈ નહિ પરંતુ ચિપકો આંદોલન છે. ભારતમાં જંગલોને બચવવા માટે ચિપકો […]

India

ગૂગલ એ  વિશ્વભરના તમામ વિખ્યાત કલાકાર, સંગીતકાર, અભિનેતા અને વૈજ્ઞાનિક જેવા વ્યક્તિને એક દિવસ માટે પોતાનું ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આજે ગૂગલએ કોઈ વ્યક્તિ નહિ પરંતુ એક આંદોલનના ૪૫ વર્ષ પુરા થયા તેને યાદ કરીને લઈને ડૂડલ બનાવ્યું છે. આ આંદોલનએ બીજું કોઈ નહિ પરંતુ ચિપકો આંદોલન છે.

Image result for CHIPKO AANDOLAN

ભારતમાં જંગલોને બચવવા માટે ચિપકો આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં કોઈ મારામારી કે ખૂનખરાબી નહી પરંતુ શાંતિ પૂર્વક જંગલોને કાપવા પર વિરોધ કરવામાં આવ્યો હતો. ચિપકો આંદોલનનો મર્મ તેના નામમાં જ છુપાયેલો છે આ આંદોલનમાં વૃક્ષને કાપવાથી બચવવા માટે મોટી સંખ્યામાં લોકો વૃક્ષને ચીપકી ગયા હતા ત્યારથી તેનું નામ ચિપકો આંદોલન પડ્યું.

Image result for CHIPKO AANDOLAN

આ આંદોલન મહાત્મા ગાંધીજીની અહિંસા નીતિ પર આધારિત હતું.આજે ગૂગલ એ ચિપકો આંદોલનની ૪૫ની વર્ષગાંઠ પર ડૂડલ બનાવીને યાદ કર્યું છે.

આંદોલનના પ્રણેતા ગૌરા દેવી હતા તેમને ‘ ચિપકો વુમેન ‘ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Related image

ગૌરા દેવીનો જન્મ ૧૯૨૫ ના રોજ ચમોલી જીલ્લાના લાતા ગમે થયો હતો. તેમના પિતાનું નામ નારાયણ સિંહ હતું. તેમણે માત્ર ધોરણ ૫ સુધીનો અભ્યાસ કર્યો હતો. તમને કદાચ ખબર નહિ હોય પણ ગૌરા દેવીના લગ્ન મેહરબાન સિંહ નામના વ્યક્તિ સાથે માત્ર ૧૧ વર્ષની ઉંમરમાં થયા હતા.

વાત ડૂડલના આજના દેખાવની કરીએ તો તેમાં એક વૃક્ષની ફરતે મહિલાઓ એકબીજાના હાથ પકડીને વૃક્ષને ઘેરીને ઉભેલા દેખાઈ રહ્યા છે. આ ડૂડલને સ્વ્ભુ કોહલી અને વિપ્લવ સિંહે બનાવ્યું છે.

શું છે ચિપકો આંદોલન

Image result for CHIPKO AANDOLAN

ચિપકો આંદોલનની શરૂઆત પર્યાવરણને બચાવવા માટે કરવામાં આવી હતી. આ આંદોલનની શરૂઆત ઉત્તરાખંડના ચમોલી જીલ્લાથી થઇ. ઉત્તરપ્રદેશમાં આવેલ અલકનંદા ઘાટી જે મંડલ ગામડામાં આવેલી છે આહીયાથી પ્રથમ પહેલ થઇ હતી. ત્યારબાદ દરેક પહાડી વિસ્તારમાં આ આંદોલનનો ફેલાવો થઇ ગયો.

Related image

આ આંદોલનમાં ગૌરા દેવીએ મુખ્ય ભૂમિકા ભજવી  હતી તે ઉપરાંત ધૂમ સિંહ નેગી, બચની દેવી અને સુદેશ દેવીએ પણ પોતાનો ફાળો આપ્યો હતો. આ આંદોલનનો કહેવાનો ઉદ્દેશ એવો હતો કે વૃક્ષને કાપતા પહેલા તમારે અમને કાપવા પડશે.

૧૮મી સદીમાં આ અંદોલન રાજસ્થાનમાં પણ પુરજોશમાં ચાલ્યું.