Not Set/ ફક્ત સંસદ ચાલી 15 દિવસ અને ખર્ચ થયો 120 કરોડ રૂપિયા

  હાલ બજેટ સત્રનો બીજો ભાગ છેલ્લાં 15 દિવસથી હંગામાની ભેટ ચડી રહ્યો છે. સંસદ આમ જનતાની પૈસાથી નીતિઓ અને કાયદાઓ બનાવવા માટે કામ કરે છે, પરંતુ છેલ્લા 15 દિવસોથી સંસદનું કાર્ય લગભગ ઠપ જ ચાલી રહ્યું છે. બધા સાંસદ પર ૩ લાખથી વધારે ખર્ચ: સંસદમાં કામ-કાજ ભલે ઠપ રહે પરંતુ માનનીય સાંસદોની પગાર પૂરો જ આવવાનો […]

India

 

હાલ બજેટ સત્રનો બીજો ભાગ છેલ્લાં 15 દિવસથી હંગામાની ભેટ ચડી રહ્યો છે. સંસદ આમ જનતાની પૈસાથી નીતિઓ અને કાયદાઓ બનાવવા માટે કામ કરે છે, પરંતુ છેલ્લા 15 દિવસોથી સંસદનું કાર્ય લગભગ ઠપ જ ચાલી રહ્યું છે.

બધા સાંસદ પર ૩ લાખથી વધારે ખર્ચ:

સંસદમાં કામ-કાજ ભલે ઠપ રહે પરંતુ માનનીય સાંસદોની પગાર પૂરો જ આવવાનો છે અને તેમાં તો કોઈ કપાત પણ નહિ કરવામાં આવે. આશ્ચર્યજનક વાત એ છે કે જો સાંસદોએ તેમના પગારમાં વધારો કરવો હોય ત્યારે ક્યારેય પણ સભામાં આવા હંગામા જોવા મળતા નથી. સરકાર એમપી પર પ્રતિ માસ રૂ. 2.70 લાખ ખર્ચ કરે છે, પરંતુ એપ્રિલ મહિનામાં વધારો કર્યા પછી  ખર્ચમાં પ્રતિ સાંસદ દીઠ રૂ. 50 હજારનો વધારો થશે જેથી સાંસદનો કુલ પગાર ૩ લાખ થઇ જશે.

રાજ્યસભા દિવસમાં 27 વાર ઠપ થઇ ચુકી છે અને અત્યાર સુધીમાં માત્ર 5 કલાક અને 10 મિનીટ જ ચાલી શકી છે. જેમાં 7 વાર તો સદન માત્ર 2 મીનીટની કાર્યવાહી બાદ જ ઠપ કરી દેવામાં આવી છે અને 4 વાર સદનની કાર્યવાહી શરુ થવાના એક મિનીટ બાદ જ ઠપ કરવામાં આવી હતી. જેના ;લીધે 15 દિવસમાં 4 દિવસ રાજ્યસભાની કાર્યવાહી 10 મિનિટથી પણ ઓછા સમય સુધી ચાલી શકી છે.

એક સંશોધનના આંકડા પ્રમાણે સંસદની કાર્યવાહી ચલાવવા એક મિનીટમાં લગભગ 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

એવામાં જો સંસદના બંને સદનોની કાર્યવાહી પુરા 6 કલાક ચાલે તો લગભગ 9 કરોડ રૂપિયાનો ખર્ચ થયો ગણાય પરંતુ ચાલુ સત્રમાં 15 દિવસની અંદર લોકસભા અને રાજ્યસભામાં હંગામાના ચાલતા સદન માત્ર 9 કલાક જ ચાલી શકી છે જેમાં 13.50 કરોડનો ખર્ચ થયો છે.

જો બંને સદનોનું કામ-કાજ રોજ 6-6 કલાક ચાલતું હોઈ તો 15 દિવસમાં સંસદને 90 કલાક સુધી ચાલવું જોઈએ તે હિસાબથી જો ગણતરી કરીએ તો 15 દિવસમાં 81 કલાક કામ-કાજ ઠપ રહ્યું છે અને તેમાં લગભગ 120 કરોડ જેટલા જનતાના રૂપિયા બરબાદ થયા છે.

લોકસભામાં ગતવર્ષે બન્યો રેકોર્ડ:

વર્ષ 2017 ના બજેટ સત્રમાં લોકસભાએ કામ-કાજમાં રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. જ્યારે તે વખતે બજેટ સત્રના પહેલા અને બીજા ભાગને મેળવીને કુલ 29 બેઠક થઇ હતી. લોકસભામાં નિર્ધારિત સમયથી 19 કલાક વધારે કામ થયું હતું જેથી 133 ટકાથી વધારે કામ-કાજ થયું હતું. ગત વિત્ત વર્ષીય બીલ સિવાય સદનમાં જીએસટી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ લાંબી ચર્ચાઓ બાદ પસાર કરવામાં આવ્યા હતા.