ભાજપના રામ મંદિરના મુકાબલે સમાજવાદી પાર્ટી વિષ્ણુ મંદિરનો ફોર્મ્યુલા લઈને આવી છે. અખિલેશ યાદવે કહ્યું કે એમની સરકાર બની તો ઇટાવામાં ભગવાન વિષ્ણુના નામ પર શહેર બનશે. ભાજપે એમને અયોધ્યા જઈને પ્રાયશ્ચિત કરવા કહ્યું છે.
અખિલેશ યાદવ પોતાના ગૃહ જિલ્લા ઇટાવામાં ભગવાન વિષ્ણુના નામ પર નગર વસાવવા માંગે છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે કહ્યું કે જો એમની સરકાર બની તો કમ્બોડિયાની જેમ ભવ્ય વિષ્ણુ મંદિર બનવવામાં આવશે. ચંબલ વિસ્તારમાં બે હજાર એકર જમીન પર નવું શહેર બનાવવાની યોજના છે. વિધાનસભામાં વિપક્ષના નેતા રામગોવિંદ ચૌધરીએ કહ્યું કે ભાજપ તો ભગવાન રામ ના નામ પર ફક્ત રાજનીતિ કરે છે.

અખિલેશ યાદવે વિષ્ણુ મંદિર બનવાનું એલાન કરતા નવો વિવાદ શરુ થઇ ગયો છે. ભાજપનું કહેવાનું છે કે આ બધું અખિલેશનું નાટક છે. યુપીના અલ્પસંખ્યક મંત્રી મોહસીન રાજાએ કહ્યું કે કારસેવકો પર ગોળી ચલાવવા વાળા હવે મંદિર બનાવવાની વાત કરે છે. ભાજપે અખિલેશને પડકાર ફેંકાતા કહ્યું કે મંદિર બનાવવું હોય તો અયોધ્યા જાવ.

યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પહેલા પણ પોતાના ગામમાં હનુમાન મંદિર બનાવી ચુક્યા છે. ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ લગાવી છે. અખિલેશનુ કહેવાનું છે કે રામ અને કૃષ્ણ તો વિષ્ણુના અવતાર છે.
આ પહેલા પણ સમાજવાદી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા ગોરખપુરમાં ભગવાન કૃષ્ણ ની સૌથી મોટી મૂર્તિ લગાવવાનું વચન આપ્યું હતું, જે ક્યારે પૂરું થઇ ન શક્યું.
