Not Set/ ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સની થઇ ઔપચારિક શરૂઆત, પી વી સિંધુએ સંભાળી ભારતીય દળની કમાન

ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮ની બુધાવરે ઔપચારિક શરૂઆત થઇ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના પ્રિન્સ ચાલ્સના કૈરારા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ૨૧માં કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત કરવામાં આવી છે. https://twitter.com/GC2018/status/981516338899304450 ૨૧માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારત સહિત ૭૧ દેશો ભાગ લઇ રહ્યા છે. આ ગેમ્સમાં કુલ ૨૭૫ રમતોની ઈવેન્ટ્સ થશે અને આ ઈવેન્ટ્સમાં દુનિયાભરના ૬૫૦૦ એથ્લેટ્સ પોતાનું ભાવિ અજમાવશે. https://twitter.com/GC2018/status/981523364882808832 […]

Sports

ગોલ્ડ કોસ્ટ,

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮ની બુધાવરે ઔપચારિક શરૂઆત થઇ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના પ્રિન્સ ચાલ્સના કૈરારા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ૨૧માં કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત કરવામાં આવી છે.

https://twitter.com/GC2018/status/981516338899304450

૨૧માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારત સહિત ૭૧ દેશો ભાગ લઇ રહ્યા છે. આ ગેમ્સમાં કુલ ૨૭૫ રમતોની ઈવેન્ટ્સ થશે અને આ ઈવેન્ટ્સમાં દુનિયાભરના ૬૫૦૦ એથ્લેટ્સ પોતાનું ભાવિ અજમાવશે.

https://twitter.com/GC2018/status/981523364882808832

https://twitter.com/GC2018/status/981524559932223489

ગોલ્ડ કોસ્ટના કૈરારા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવેલી ઓપનિંગ સેરેમનીમાં કુલ ૭૧ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન અલગ અલગ કલાકારો દ્વારા અનેક રંગારંગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓપનિંગ સેરેમનીમાં ૭૧ દેશોના ખેલાડીઓએ દ્વારા “પરેડ ઓફ નેશંસ” યોજાઈ હતી જેમાં સૌથી પહેલા સ્કોટલૅન્ડના ખેલાડીઓ સ્ટેડિયમમાં આવ્યા હતા. ત્યારબાદ ઈંગ્લેંડ, સાઇપ્રસ અને જિબ્રાલ્ટરના ખેલાડીઓ આવ્યા હતા.

જો કે ત્યારબાદ ભારતીય દળના ખેલાડીઓ સ્ટેડિયમમાં આવ્યા હતા અને તેમનું નેતૃત્વ સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પી વી સિંધુએ રાષ્ટ્રધ્વજ સાથે કર્યું હતું. આ દરમિયાન ભારતીય દળમ શામેલ એથ્લેટ્સ અને અધિકારીઓએ સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.

બીજી બાજુ આ પહેલીવાર છે ત્યારે કોઈ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ખેલાડીઓ ઉદ્ઘાટન સમારોહમાં સાડી પહેર્યા વગર પરેડમાં હાજર રહ્યા હતા. ભારતની મહિલા ખેલાડીઓ વાદળી રંગના બ્લાઝર અને ટ્રાઉઝર્સમાં ઉતર્યા હતા.

ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલા આ કોમનવેલ્થ ગેમ્સ ૧૫ એપ્રિલ સુધી ચાલશે અને જેમાં દુનિયાભરના ખેલાડીઓ મેડલ માટે પોતાનું જોર અજમાવતા જોવા મળશે.