Not Set/ વિરાટ કોહલીએ શાહિદ આફ્રિદીને આપ્યો જવાબ, દેશ સાથે ઉભું રહેવું તે પ્રાથમિકતા

શાહિદ આફ્રિદીએ કાશ્મીરમાં કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા આતંકીઓ પ્રત્યે એક ટ્વીટ દ્વારા પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. આફ્રિદીએ આ ટ્વીટમાં જણાવ્યું, “ભારતના કબ્જાવાળા કાશ્મીરમાં સ્થિતિ નાજુક થતી જઈ રહી છે. કાશ્મીરમાં આઝાદીના અવાજને દબાવવામાં આવી રહ્યો છે અને માસુમ લોકોને મારવામાં આવી રહ્યા છે. પરંતુ આ જોઈને પરેશાની થાય છે કે અત્યાર સુધી સંયુક્ત […]

Sports

શાહિદ આફ્રિદીએ કાશ્મીરમાં કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા આતંકીઓ પ્રત્યે એક ટ્વીટ દ્વારા પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. આફ્રિદીએ આ ટ્વીટમાં જણાવ્યું, “ભારતના કબ્જાવાળા કાશ્મીરમાં સ્થિતિ નાજુક થતી જઈ રહી છે.

કાશ્મીરમાં આઝાદીના અવાજને દબાવવામાં આવી રહ્યો છે અને માસુમ લોકોને મારવામાં આવી રહ્યા છે. પરંતુ આ જોઈને પરેશાની થાય છે કે અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે ?  સંયુક્ત રાષ્ટ્ર આવી ઘટનાને રોકવા માટે કોઈ કાર્યવાહી કેમ નથી કરી રહ્યું” ?

તેણે કહ્યું, કોઈપણ મુદ્દે બોલવું કોઈનું અંગત મંતવ્ય છે. જ્યાં સુધી  મને કોઇ મામલે જાણકારી ન હોય તો હું તેના પર બોલતો નથી. પરંતુ મારા દેશ સાથે ઉભુ રહેવું મારી પહેલી પ્રાથમિકતા છે

વિરાટે કહ્યું, જેમ મેં પહેલા જણાવ્યું કે, કોઇ મુદ્દે કોમેન્ટ કરવી કોઈની ખાનગી પસંદનો મામલો છે. જ્યાં સુધી મને કોઇ મામલે જાણકારી નહીં હોય, તો હું તે મામલે કશું બોલવાનો નથી. પરંતુ નિશ્ચિત રૂપે તમારી પ્રાથમિકતા તમારા દેશ સાથે જોડાયેલી હશે.

કપિલ દેવે કહ્યું કોણ છે આફ્રિદી,

ભારતીય ટીમના મહાન પૂર્વ કેપ્ટન  ક્રિકેટર કપિલ દેવ શાહિદ આફ્રિદીએ કાશ્મીર વાળા નિવેદન પર કહ્યું કે આપણે આવા લોકોની વાત પર ધ્યાન ન આપવું જોઈએ, કાશ્મીર આપણું છે અને આપણું જ રહેશે.

ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ ટ્વીટ કરીને શાહિદ આફ્રિદીને કરોરો જવાબ આપ્યો હતો.

ભારતીય ક્રિકેટર સુરેશ રૈનએ  કહ્યું કે, કાશ્મીરએ ભારતનું અંગ છે અને એક પવિત્ર ભૂમિ છે. મને આશા છે કે આફ્રીદી PAKIS આર્મી કાશ્મીરમાં આતંકવાદ અને પ્રોક્સી વોર રોકવાનું કહેશો.

https://twitter.com/ImRaina/status/981490918468415488