મુંબઈ,
બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ (BCCI) દ્વારા વિવો આઈપીએલની ૧૧મી સિઝનમાં રમાનારી મેચોની જાહેરાત કરવામાં આવી છે. ૭ એપ્રિલથી શરુ થઇ ૫૧ દિવસ સુધી ચાલનારી આ લોકપ્રિય ટુર્નામેન્ટમાં કુલ ૬૦ મેચો દેશના જુદા-જુદા ૯ ગ્રાઉન્ડ ખાતે રમાશે. IPLની ૧૧ સિઝનની પ્રથમ મેચ ગત વર્ષની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડીયન અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે જયારે આ સિઝનની ફાઈનલ મેચ ૨૭ મેના રોજ રમાશે. બીજી બાજુ આ સિઝનમાં ૨ વર્ષના પ્રતિબંધ બાદ ચેન્નાઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પાછી ફરી રહી છે. ત્યારે બંને ટીમના ચાહકો ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ અને જયપુરના સવાઈમાધવસિંહ ગ્રાઉન્ડ ખાતે મેચની મજા માનતા જોવા મળશે.
NEWS: VIVO Indian Premier League 2018 fixtures announced
The 11th edition of the world's most popular and competitive T20 tournament will be played at nine venues across 51 days.
Full schedule here – https://t.co/yqVFDc9tTF #IPL2018 pic.twitter.com/qNKraLChA7
— IndianPremierLeague (@IPL) February 14, 2018
BCCI દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, IPLની ૧૧મી સિઝનની ૧૨ મેચ ૪ વાગ્યે રમશે જયારે બાકીની ૪૮ મેચ ૮ વાગ્યે શરુ થશે. આ લીગની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. જયારે IPLની બે મેચના કયા શહેરમાં રમાશે એ અંગે જાહેર કરાયેલા કાર્યક્રમમાં નક્કી કરવામાં આવ્યું નથી. આ મેચ છે એલિમિનેટર, જે ૨૩ મેના રોજ રમાવાની છે જયારે બીજી મેચ ક્વોલિફાયર ૨૫ મેના રોજ રમાવવાની છે.

મહત્વનું છે કે, આ પહેલા જાન્યુઆરી મહિનામાં IPLની ૧૧મી સિઝન માટે હરાજી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઈંગ્લેંડના ઓલરાઉન્ડર બેન સ્ટોકને સૌથી વધુ ૧૨.૫ કરોડ રૂપિયા જયારે ઝડપી બોલર જયદેવ ઉનડકટને ૧૧.૫ કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યા હતા.
