T20 World Cup/ ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકાની મેચમાં દર્શકો એક ખાસ બોક્સમાં જોવા મળ્યા, Video

મેચ દરમિયાન જ્યારે ઘણા દર્શકો નિયમિત સીટ પરથી મેચની મજા લેતા જોવા મળ્યા હતા, તો ઘણા દર્શકો એક ખાસ બોક્સમાં બેસીને મેચ જોતા જોવા મળ્યા હતા.

Sports
australia vs south africa

ચાહકો હાઇ-વોલ્ટેજ ICC T20 વર્લ્ડકપ 2021 નો હવે આનંદ માણી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ સાથે T20 વર્લ્ડકપમાં સુપર 12ની શરૂઆત થઈ ગઈ છે. સ્ટેન્ડ પર બેઠેલા દર્શકો મેચનો આનંદ માણી રહ્યા છે. અમીરાત ક્રિકેટ બોર્ડે COVID-19 સંકટ વચ્ચે સ્ટેડિયમમાં માત્ર ચોક્કસ સંખ્યામાં દર્શકોને જ મંજૂરી આપી છે.

આ પણ વાંચો – T20 World Cup / ભારત-પાક મેચ પહેલા કેપ્ટન કોહલીએ હાર્દિક પંડ્યાને લઇને આપ્યું ચોંકાવનારું નિવેદન

મેચ દરમિયાન જ્યારે ઘણા દર્શકો નિયમિત સીટ પરથી મેચની મજા લેતા જોવા મળ્યા હતા, તો ઘણા દર્શકો એક ખાસ બોક્સમાં બેસીને મેચ જોતા જોવા મળ્યા હતા. દેખીતી રીતે, સ્ટેડિયમનાં અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સનાં ધોરણોને જાળવી રાખતા મેદાનની બહારનાં વિસ્તારમાં ચોક્કસ કદનાં બોક્સ મૂક્યા છે. બનાવેલ બૉક્સ એટલા મોટા છે કે ત્રણથી વધુ લોકો બેસી શકે છે. ચાહકો અબુ ધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમમાં આ બોક્સમાં બેસીને સારો સમય પસાર કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ જો મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય સાચો સાબિત થયો અને દક્ષિણ આફ્રિકાનાં બેટ્સમેન પત્તાની જેમ વિખેરાઈ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાનાં બોલરોએ દક્ષિણ આફ્રિકા પર સતત દબાણ બનાવી રાખ્યું હતું. આફ્રિકન ટીમ તરફથી એડન માર્કરામ સિવાય કોઈ બેટ્સમેન રમી શક્યો નહોતો.

https://www.instagram.com/reel/CVXpj69FVmy/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – T20 World Cup / ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગનો કર્યો નિર્ણય, પ્રથમ બેટિંગ કરતા દ.આફ્રિકાની શરૂઆત ખરાબ

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડકપ 2021 માં સુપર 12 મેચ આજથી શરૂ થઈ છે. ગ્રુપ 1 ની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થઇ રહ્યો છે. બન્ને ટીમો વચ્ચેની મેચ અબુ ધાબીનાં શેખ જાયદ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમ વારંવાર અંતરાલ પર વિકેટ ગુમાવતી રહી હતી. તેના કારણે તે નવ વિકેટે માત્ર 118 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 119 રનનો ટાર્ગેટ મળ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી એડન માર્કરામે 40 રન બનાવ્યા હતા. તેના સિવાય કાગિસો રબાડાએ અણનમ 19 અને ડેવિડ મિલરે 16 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને એડમ ઝમ્પાએ બે-બે વિકેટ લીધી હતી.