Not Set/ BJP બર્થડે સ્પેશિયલ : જાણો, માત્ર ૨ લોકસભા સીટ પરથી સત્તા પર બિરાજમાન ભાજપની જાણી-અજાણી વાતો

દિલ્લી, આજથી લગભગ ૩૮ વર્ષ પહેલા એટલે કે ૬ એપ્રિલ, ૧૯૮૦માં મુંબઈની એક સાંજ કે જ્યાં દેશમાં એક નવી રાષ્ટ્રીય પાર્ટીનો ઉદય થયો હતો સાથે સાથે ભારતના આગામી રાજકારણનું ભવિષ્ય લખાઈ રહ્યું હતું. આ પાર્ટી હતી ભારતીય જનતા પાર્ટી અને તેના પ્રથમ અધ્યક્ષ હતા દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી. આજે દેશની સૌથી મોટી પાર્ટી ભાજપના […]

India

દિલ્લી,

આજથી લગભગ ૩૮ વર્ષ પહેલા એટલે કે ૬ એપ્રિલ, ૧૯૮૦માં મુંબઈની એક સાંજ કે જ્યાં દેશમાં એક નવી રાષ્ટ્રીય પાર્ટીનો ઉદય થયો હતો સાથે સાથે ભારતના આગામી રાજકારણનું ભવિષ્ય લખાઈ રહ્યું હતું. આ પાર્ટી હતી ભારતીય જનતા પાર્ટી અને તેના પ્રથમ અધ્યક્ષ હતા દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી.

આજે દેશની સૌથી મોટી પાર્ટી ભાજપના કાર્યકતાઓ પોતાનો ૩૮મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ત્યારે આજે ભાજપ પોતાની ૨ લોકસભા બેઠકથી આગળ વધી ચાર દાયકામાં સત્તા પર પહોચી છે અને પોતાની પ્રતિસ્પર્ધક પાર્ટી કોંગ્રેસને ૨૦૧૪ની ચૂંટણીમાં માત્ર ૪૫ સીટો પર સમેટવામાં પણ સફળ રહી છે.

જાણો, દેશની સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટી ભાજપની જાણી-અજાણી વાતો :

૧૯૪૭માં દેશ આઝાદ થયા બાદ સત્તા પર બેઠેલી કોંગ્રેસ પાર્ટી દેશની સૌથી મોટી પાર્ટી બની હતી. ત્યારબાદ ૧૯૫૧માં શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા ઉભા કરવામાં આવેલા ભારતીય જનસંઘ માંથી અલગ થઈને ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીનો ઉદય હતો અને આજે ચાર દાયકા બાદ લોકસભામાં પૂર્ણ બહુમતી સાથે તે દેશના ૨૦થી વધુ રાજ્યોમાં પોતાની સરકાર ધરાવે છે.

ભાજપના ફાઉન્ડર મેમ્બર અટલ બિહારી વાજપાઇ અને લાલકૃષ્ણ અડવાણી હતા જયારે આજે મોદી-શાહના નેતૃત્વમાં આગળ ધપી રહી છે.

ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી ચિન્હ કમળનું ફૂલ છે પરંતુ આ ચિન્હ હોવાના પણ કેટલાક તથ્યો છે. સૌથી મહત્વનું છે ભાજપ આ ચૂંટણી ચિન્હનો ઉપયોગ પોતાના રાષ્ટ્રીય ચરિત્રને પ્રદર્શિત કરવા માટે કરે છે. સાથે સાથે બીજેપી અખંડ ભારતની પોતાની પરિકલ્પના સાથે જોડતા હોઈ તેને માં સરસ્વતીનું રૂપ માને છે જે શિક્ષા અને પ્રશિક્ષણનું એક પ્રતિક છે.

ભાજપ દેશને એક સશક્ત અને ખુશહાલ દેશ બનાવવા માટે પ્રતિબદ્ધ છે જે નવીનતા, પ્રગતિશીલ અને સાંસ્કૃતિક મુલ્યો પર આધારિત છે.

કોંગ્રેસની તુલનામાં ભાજપ રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદના મુદ્દાઓ પર પોતાનો રાષ્ટ્રીયવાદી અભિગમ અપનાવ્યો છે. આ કારણે જ અટલ બિહારી વાજપેયી સરકારે દેશને પરમાણું હથિયારોથી લેસ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની ચિંતા કર્યા વગર પરમાણું પરીક્ષણને પૂરું કર્યું હતું.

ભાજપ આતંકવાદ વિરુધ સખ્ત કાયદાઓ બનાવવાના પક્ષમાં છે. દેશમાં આતંકવાદી ગતિવિધિઓ પર લગામ લગાવવા માટે અને પાડોશી દેશોમાં ચાલી રહેલી આતંક વિરોધી પ્રવૃતિઓ માટે તેઓ પૂરી તાકાત સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની વાતને રાખવા માટે વિશ્વાસ રાખે છે.

આ માટે ભારતીય જનસંઘ દ્વારા જમ્મુ-કાશ્મીરના સંવિધાનમાં આર્ટિકલ ૩૭૦ હટાવવાનો વિરોધ તેમજ દેશભરમાં એકસમાન યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સહિતના તમામ મુદ્દાઓ સામેલ છે.

બીજેપીના ફાઉન્ડર મેમ્બર અને વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા કોંગ્રેસ સામે રાષ્ટ્રીય રાજકારણના મંચ પર પહોચવા માટે ૧૯૯૦માં રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રાનું સંપૂર્ણ સંચાલન હાલના પીએમ નરેન્દ્ર મોદી પર હતું. આ સમયે તેઓ ગુજરાતના મહાસચિવના પદે નિયુક્ત હતા. રથને સોમનાથથી લઇ નિકળેલા મોદીએ પોતાના સંચાલન દ્વારા પાર્ટીમાં પોતાનો એક અલગ ઓળખ ઉભી કરી હતી.

રથયાત્રા દરમિયાન એક સમય હતો ત્યારે પહેલીવાર નરેન્દ્ર મોદીએ વી પી સિંહ અને મુલાયમ સિંહ યાદવ સુધીના દિગ્ગજ નેતાઓ સામે એક પડકાર ફેકતા કહ્યું હતું, તેઓની હિંમત હોય તો દેશના કોઈ પણ વિસ્તારમાં રથયાત્રાને રોકીને બતાવે.

ઉત્તરપ્રદેશના બહુચર્ચિત અયોધ્યાના રામ મંદિર બનાવવાનો મુદ્દો પણ ભાજપ માટે કરોડો હિંદુઓની આસ્થા માટે જરૂરી છે. બીજેપીનું માનવું છે કે, તેઓ આ મુદ્દે કોર્ટના આદેશને માનશે. પરંતુ તેઓનું કહેવું છે કે, અયોધ્યાના રામ મંદિર બનાવવાનો ઉપાય હિંદુ અને મુસ્લિમ એમ બંને સમુદાયોના નેતાઓની સહમતી હોવી જોઈએ. આ કારણે હિંદુ અને મુસ્લિમોના રાષ્ટ્રીય એકીકરણથી પરસ્પર સંબંધોનો નવો અધ્યાય લખવામાં આવી શકે છે.   

બીજેપી માટે કોંગ્રેસના વિરોધની રાજનીતિ ખુબ મહત્વની રહી છે. જનસંઘના સમયમાં જવાહરલાલ નહેરુ અને ભારતીય જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીએ વિરોધ નોધાવ્યો. ત્યારબાદ ઈમરજન્સીના સમયમાં ભાજપના અટલ બિહારી વાજપાઇ તેમજ લાલકૃષ્ણ અડવાણીએ ઇન્દિરા ગાંધીનો વિરોધ તેમજ રાજીવ ગાંધીની સરકાર દરમિયાન પણ ભાજપનો વિરોધનો સૂરને વધારતા તેને પરિવારવાદ અને ભષ્ટાચારના મુદ્દાઓ પર ઘેર્યા હતા. ત્યારે આજના સમયમાં વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી- રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.

આજે ચાર દાયકા બાદ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર બિરાજમાન છે. ચાર દાયકા પછી ભાજપ લોકસભામાં ૨ સીટથી આગળ વધી આજે ૨૭૫ લોકસભા સીટ તેમજ પોતાના NDAના ગઠબંધનમાં ૩૦૦થી વધુ બેઠક ધરાવે છે. સાથે સાથે સંસદના ઉપલાગૃહ રાજ્યસભામાં પણ ભાજપ પોતાની બહુમતી ધરાવે છે.

એક સમયે લોકસભામાં માત્ર બે બેઠક જીતનારી ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં દિલ્લીની કેન્દ્ર સરકારની સાથે આજે દેશના ૨૦થી વધુ રાજ્યોમાં પોતાની સરકાર ધરાવે છે અને પોતાના સૂત્ર “કોંગ્રેસ મુક્ત ભારત” તરફ આગળ વધી રહી છે.