Not Set/ પેટ્રોલીયમને જીએસટી અંતર્ગત લાવવું અમારી સરકારની પ્રબળ ઈચ્છા: ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને જણાવ્યું હતું કે પેટ્રોલીયમ મંત્રાલય ચાહે છે કે પેટ્રોલીયમ પદાર્થને પણ જીએસટી અંદર લાવવામાં આવે. પ્રધાને સ્વામી વિવેકાનંદ વિમાનતલ પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જયારે આંતરાષ્ટ્રીય બજારના બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો થાય છે ત્યારે ભારતમાં પણ પેટ્રોલીયમ પદાર્થોની કિંમતમાં વધારો આવે છે. વધુમાં […]

India

કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને જણાવ્યું હતું કે પેટ્રોલીયમ મંત્રાલય ચાહે છે કે પેટ્રોલીયમ પદાર્થને પણ જીએસટી અંદર લાવવામાં આવે. પ્રધાને સ્વામી વિવેકાનંદ વિમાનતલ પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જયારે આંતરાષ્ટ્રીય બજારના બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો થાય છે ત્યારે ભારતમાં પણ પેટ્રોલીયમ પદાર્થોની કિંમતમાં વધારો આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં પહેલા પેટ્રોલીયમ પદાર્થનાં ભાવ ઘટ્યા હતા પરંતુ અંતરાષ્ટ્રીય બજારમાં ભાવમાં વધારો થવાના કારણે આપણે પણ ભાવ વધ્યા હતા. જેમ કે તેમને જણાવ્યું હતું કે પેટ્રોલીયમ પદાર્થ પર આટલો વધારે ટેક્સ કેમ છે તે પણ એક અલગ વિષય છે. પેટ્રોલીયમ મંત્રાલય જીએસટી કાઉન્સીલને વારંવાર વિનંતી કરે છે કે પેટ્રોલીયમ પદાર્થ સમયાંતરે જીએસટી અંતર્ગત આવી શકે.

પ્રધાને જણાવ્યું હતું કે રાજ્યોમાં પણ ધીરે ધીરે આ વિષય પર વિચાર કરવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં જીએસટીના સ્વરૂપ અને રાજ્યની આવકને લઈને ચિંતા હતી. પરંતુ ધીરે ધીરે જીએસટીની સફળતા સામે આવી રહી છે. પેટ્રોલીયમ મંત્રાલય ઈચ્છે છે કે પેટ્રોલીયમ પદાર્થ પણ જીએસટીના અંદરમાં આવે.

તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના કર્ણાટકમાં આપેલા ભાષણને લઈને તેમના પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ગેરજિમ્મેદાર રાજનીતિ કરે છે. વધુમાં પ્રધાને જણાવ્યું હતું કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રધાનમંત્રી બંનેએ જણાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ ભીમરાવ આંબેડકરની ટીકા કરી છે, જયારે પ્રધાનમંત્રી મોદીની સરકારે આંબેડકરજી નું સમ્માન વધાર્યું છે.