Not Set/ CWG 2018 : છઠ્ઠા દિવસે ભારતને બોક્સિંગમાં મળી મોટી સફળતા, ૫ બોક્સરોએ બનાવી સેમીફાઈનલમાં જગ્યા

ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતીય ખેલાડીઓનો શુટિંગની સાથે બોક્સિંગમાં પણ દબદબો જોવા મળ્યો છે. મંગળવારે ભારતના ૫ ખેલાડીઓએ બોક્સિંગની અલગ અલગ કેટેગરીમાં સેમીફાઈનલમાં પોતાની ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે. આ સાથે બોક્સિંગમાં ભારતનઅ ખાતામાં પાંચ મેડલ નક્કી થઇ ચુક્યા છે. મનોજ કુમારે ૬૯ kg કેટેગરીમાં પહોંચ્યો સેમીફાઈનલમાં Last bout of the […]

Sports

ગોલ્ડ કોસ્ટ,

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતીય ખેલાડીઓનો શુટિંગની સાથે બોક્સિંગમાં પણ દબદબો જોવા મળ્યો છે. મંગળવારે ભારતના ૫ ખેલાડીઓએ બોક્સિંગની અલગ અલગ કેટેગરીમાં સેમીફાઈનલમાં પોતાની ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે. આ સાથે બોક્સિંગમાં ભારતનઅ ખાતામાં પાંચ મેડલ નક્કી થઇ ચુક્યા છે.

મનોજ કુમારે ૬૯ kg કેટેગરીમાં પહોંચ્યો સેમીફાઈનલમાં

ભારતના સૌથી અનુભવી બોક્સર મનોજ કુમારે ૬૯ kg કેટેગરીમાં સેમીફાઈનલમાં પોતાની એન્ટ્રી પાક્કી કરી લીધી છે. મનોજ કુમારેક્વાટર ફાઈનલમાં યજમાન ઓસ્ટ્રેલિયાના ટેરી નિકોલસને ૪-૧થી હરાવ્યો અને પોતાના નામે એક મેડલ નક્કી કર્યો છે.

૪૬-૪૯ કિલોવર્ગમાં અમિત પંઘાલે મેળવી શાનદાર જીત

ભારતના યુવા બોક્સર અમિત પંઘાલે પોતાના દમદાર ખેલથી સેમીફાઈનલમાં જગ્યા પાક્કી કરી હતી. અમિતે સ્કોટલૅન્ડના અકીલ અહમદમેં ૫-૦થી હરાવ્યો હતો અને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું.

૯૧ kg કેટેગરીમાં નમને બતાવી પોતાની આગવી રમત

ભારતના સ્ટાર બોક્સર નમન તંવરે શાનદાર પ્રદર્શન કરતા ૯૧ કિલોવર્ગમાં સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. નમન પ્રથમ રાઉન્ડથી જ વિરોધી ખેલાડી પર હાવી રહ્યો હતો અને પૂરી મેચ દરમિયાન તેને પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો અને મેચમાં શાનદાર વિજય મેળવ્યો હતો. ત્યારે હવે સેમીફાઈનલમાં ભારતીય બોક્સર નમનની ટક્કર ઓસ્ટ્રેલિયાના જેસન વ્હાટલે સામે થશે.

 ૫૬ કિગ્રા કેટેગરીમાં હુસામુદ્દીને મેળવી જીત

ભારતીય બોક્સર મોહમ્મદ હુસામુદ્દીને પુરુષોની ૫૬ કિગ્રા કેટેગરીમાં જામ્બિયાના એવેરિસ્ટોને હરાવી સેમીફાઈનલમાં પોતાની ટિકિટ નક્કી કરી હતી. મોહમ્મદ હુસામુદ્દીને ક્વાટર ફાઈનલમાં એવેરિસ્ટોને ૫-૦થી હરાવી આશાન વિજય મેળવ્યો હતો.

૯૧ + કેટેગરીમાં સતીશે મેળવી શાનદાર જીત

ભારતીય બોક્સર સતીશ કુમારે બોક્સિંગની ૯૧ પ્લસ કિગ્રા કેટેગરીમાં શાનદાર રમત દાખવતા અંતિમ ચારમાં એન્ટ્રી કરી હતી. સતીશ કુમારે ત્રિનિદાદ એન્ડ ટોબેગોના નાઈજલ પોલને ક્વાટર ફાઈનલમાં ૪-૧થી હરાવી સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી હતી.

https://twitter.com/Jonas_Thala/status/983598996324151296

મહત્વનું છે કે, આ પહેલા 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં હીના સિદ્ધુએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો અને આ સાથે ભારતના ખાતામાં કુલ ૧૧ ગોલ્ડ મેડલ આવ્યા છે.