પર્થઃ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ભારત વિજયની અણી પર છે. યશસ્વી જયસ્વાલની દોઢ સદી ઉપરાંત કોહલીએ પણ કારકિર્દીની 30મી સદી ફટકારીને ભારતને લીડ અપાવી હતી. કોહલીએ સદી પૂરી કર્યા બાદ ત્રીજા દિવસે ભારતે 6 વિકેટે 487 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાને 533 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 12 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ રીતે આવતીકાલે ભારતની જીત નિશ્ચિત માનવામાં આવે છે.
વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 30મી સદી ફટકારી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચની બીજી ઇનિંગમાં અણનમ 100 રન બનાવ્યા હતા. કોહલીએ સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાના મામલે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેન (29 સદી)ને પાછળ છોડી દીધો છે. કોહલી અને યશસ્વી જયસ્વાલ (161 રન)ની સદીઓને કારણે ભારતે 487/6 પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. કોહલીએ દોઢ વર્ષ પછી સદી ફટકારી છે. આ સાથે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

જયસ્વાલ-કોહલી સિવાય નીતીશ રેડ્ડી ભારતીય ઇનિંગ્સમાં 38 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. વોશિંગ્ટન સુંદરે 29 રન, દેવદત્ત પડિકલે 25 રન અને કેએલ રાહુલે 77 રન બનાવ્યા હતા. નાથન લિયોનને 2 વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસની શરૂઆત 172 રનના સ્કોરથી કરી હતી. જયસ્વાલે 90 રન અને કેએલ રાહુલે 62 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ રીતે ભારતને પ્રથમ દાવમાં 46 રનની લીડ મળી હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા.
રન ચેઝમાં ઓસ્ટ્રેલિયાએ સ્ટમ્પ સુધી 12 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઉસ્માન ખ્વાજા 3 રન સાથે અણનમ છે, જ્યારે માર્નસ લાબુશેન 3 રન કરી આઉટ થઈ ગયો છે, જ્યારે સુકાની પેટ કમિન્સ અને નાથન મેકસ્વીની આઉટ થઈ ગયા છે. કેપ્ટન જસપ્રિત બુમરાહે 2 અને મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો: ફિલ્ડ અમ્પાયર સાથે વારંવાર દલીલ કરતો જોવા મળ્યો રિષભ પંત
આ પણ વાંચો: BCCIએ રિષભ પંત સહિત દિલ્હી કેપિટલ્સને દંડ ફટકાર્યો
આ પણ વાંચો: રોહિત શર્માએ અંગ્રેજી ખેલાડીને જડબાતોડ જવાબ આપ્યો, તેથી રિષભ પંતનું લીધું નામ
