ગોલ્ડ કોસ્ટ,
કોમનવેલ્થ ગેમ્સમાં મંગળવારે ભારતના ખાતામાં ટોટલ 12 મેડલનો વધારો નોધાયો છે. કોમનવેલ્થ ગેમ્સ 2018માં શૂટર શ્રેયસી સિંહે મહિલા ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
https://twitter.com/YASMinistry/status/983940116111507456
શ્રેયસી સિંહે બુધવારના દિવસે પહેલો અને ભારત માટે 12મો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મુકાબલો ખુબ જ રોમાંચક રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાની શૂટર અમ્માં ફોકસ ત્રણ રાઉન્ડ સુધી આગળ હતી અને ચોથા રાઉન્ડમાં તે ફક્ત 18 પોઇન્ટ જ મેળવી શકી અને બીજી પોઝીશન પર ઉભેલી ભારતીય શૂટર શ્રેયસીના બરાબર થઈ ગયો હતો.
श्रेयसी सिंह को #GC2018 के Women's Double Trap निशानेबाज़ी स्पर्धा में स्वर्ण पदक जीतने के लिए बधाई; देश को आप पर गर्व है – राष्ट्रपति कोविन्द #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) April 11, 2018
શૂટ ઓફમાં શ્રેયસીએ તેના બંને નિશાના એક દમ અચૂક લગાવ્યા હતા જયારે ઓસ્ટ્રેલિયાની શૂટર અમ્માં ફોકસ નિશાન સાધી ના શકી અને ગોલ્ડ મેડલ ભારતના પક્ષમાં આવી ગયો. ફાઇનલમાં શ્રેયસીએ શુટ ઓફ બાદ 96+નો સ્કોર કર્યો. તેમણે શુટ ઑફની પોતાની ઑસ્ટ્રેલિયન હરિફ એમ કૉક્સ 96+1ને પછાડી.

અત્યાર સુધી ભારતના ખાતામાં આટલા મેડલ આવ્યાં.
ગોલ્ડ મેડલ – 12.
સિલ્વર મેડલ – 4.
બ્રોન્ઝ મેડલ – 8.

કોમનવેલ્થ ગેમ્સમાં શૂટર ઓમ મિથારવલે 50 મીટર પિસ્ટલમાં ભારતને બ્રોન્ઝમેડલ અપાવ્યો છે. તેમનો ફાઈનલ 53નો સ્કોર છે. આ ઇવેન્ટમાં સ્કોટલૅન્ડના ડેવિડ મૈકમૈથને ગોલ્ડ મેડલ મળ્યો છે. તેમને 74 અંક પ્રાપ્ત કર્યા હતાં. જે કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ છે.
