મુંબઇ
કોમેડિયન કપિલ શર્મા ઘણા દિવસોથી ચર્ચા આવી રહ્યો છે ક્યારે તેના શોને લઈને તો ક્યારે પત્રકારને અપશબ્દો કહ્યા તે મામલે અને હવે જાણવા મળી રહ્યું છે કે હવે કપિલ શર્માનો નવો શો બંધ કરવામા આવશે.

સોની ટીવી પર શરૂ થયેલો કપિલના આ નવા શોને બંધ કરવાનું કારણ કપિલ પોતે જ છે કેમકે કપિલ શો પર શુટિંગ માટે મોડો પડે છે એટલું જ નહીં પરંતું તેના કારણે શુટીંગ રદ પણ થઇ રહ્યું છે.

તમને જાણવી દઈએ કે હાલ કપિલ કોઈના પણ સાથે ફોન પર વાત નથી કરતો અને તેને તેના નવા શોનું શુટિંગ પણ નથી કર્યું માટે કપિલનો શો બંધ કરવામાં આવે તેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે.કપિલે છેલ્લાં અઠવાડિયાથી ઘરની બહાર પણ નીકળ્યો નથી.

આ શો માત્ર એક મહિના માટે બધા કરવામાં આવશે કારણે શોના મેકર્સનું માનવું છે કે હાલ કપિલ ડિપ્રેશનમાં છે માટે આ શો એક મહિના માટે એટલે કે એપ્રિલમાં આ શોનું શુટિંગ કરવામાં નહિ આવે.

કપિલ શર્માનો શો ‘ફેમીલી નાઈટ વિથ કપિલ’ ત્રણ એપિસોડ બાદ બંધ કરી દેવામાં આવે તેવી નોબત સર્જાઇ છે તો બીજી બાજુ આ શોની હોસ્ટ નેહા પેંડસેએ એન્ટરટેઈનમેન્ટ કી રાત – 2નું શુટિંગ શરૂ કર્યું છે.નેહા કહે છે કે કપિલના શોના શુટીંગ માટે મને બોલાવવામાં નથી આવી એટલે મેં બીજી તારીખો ફાળવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે કપિલના શોને TRP તો મળી પરંતુ તેનાં આ શોમાં ક્યાં કોમેડી જોવા મળી ન હતી. મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કપિલની તબિયત સારી નથી સાથે સાથે તે શોનું શુટિંગ કેન્સિલ કરવા બાબતને લઈને સોની ચેનલ અને શોના મેકર્સનું માનવું છે હાલ કપિલને આરામ કરવા દઈએ અને એક મહિના બાદ શોનું શુટિંગ શરૂ કરવામાં આવશે.
