ગુજરાત,
કોંગ્રેસ દ્વારા લોકતંત્રની હત્યાની સામે રાજ્યભરમાં આજે ભાજપ દ્વારા પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદની કાર્યવાહી રોકીને લોકશાહીનું હનન કરનાર ભાજપના કાર્યકર્તાઓએ દેશવ્યાપી આંદોલન કર્યો છે. ત્યારે કેન્દ્રની મોદી સરકાર વિપક્ષને લઈને ઉપવાસ પર ઉતરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉપવાસ પર બેઠયા છે. તેમને દરેક ભાજપ સાંસદોને પણ તેમના તેમના સંસદીય વિસ્તારોમાં ઉપવાસ રાખવાની અપીલ કરી છે. રાજ્યમાં ઠેરઠેર ભાજપના કાર્યકર્તાઓ ઉપવાસ ઉપર બેઠા હતા.
ત્યારે અમદાવાદમાં ભાજપના કાર્યકરોના ઉપવાસ સ્થળો પરથી ફૂડ પેકેટ, લીંબુ શરબત અને ઠંડા પીણાંની બોટલનો આઈસ્ક્રીમ જથ્થો પણ મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યો હતો. આ ફૂડ પેકેટનો મોટો લાલ દરવાજા પાસે આવેલા જિલ્લા પંચાયતની સામે ભાજપ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા હતા. પરંતુ અહી ઉપવાસીઓને ફાઈવસ્ટાર સુવિધામાં મિનરલ વોટર એરકૂલર તથા લીંબુ શરબત, ઠંડાપીણાની બોટલનો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો. આ જગ્યા ઉપર વિવીઆઇપી સિવાય અન્યને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. અન્ય લોકો પાછળનો ભાગ રિસ્ટ્રીકટેડ કરાયો હતો. કૂલર અને મિનરલ વોટરનો સિનેરિયો પુરા ગુજરાતમાં જોવા મળ્યો હતો.

કોંગ્રેસના સંસદ ન ચાલવા દેવાના અપરાધને આગળ કરીને ઉપવાસ પર બેઠેલા ભાજપના નેતતાઓ સામે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ભાજપ આ ઉપવાસના માધ્યમથી ખોટા ઢોંગ કરી રહી છે. ભાજપ રાજ્યમાં 22 વર્ષથી તો કેન્દ્રમાં 4 વર્ષથી સદંતર નિષ્ફળ રહી છે. બેકારી અને મોંઘવારીની સામે પડવાને બદલે ભાજપ ઉપવાસ કરવાનું શાણપણ બતાવે છે. એક તરફ પાણીની અછત છે તો બીજી તરફ ઉપવાસ માટેના કૂલર્સમાં પાણીનો વેડફાટ. ભાજપને અહંકારી પાર્ટીનું બિરૂદ આપતાં તેમણે પોતાની વાત પૂરી કરી હતી.

વડોદરામાં ભાજપનાં ઉપવાસ આંદોલન દરમિયાન રાષ્ટ્રપિતા ગાંધીજી પણ ભૂલાઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ તેમની પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું છે. ધરણાં કાર્યક્રમ દરમિયાન બાંધેલા મંડપમાં ગાંધીજીની પ્રતિમા ઢંકાઈ ગઈ છે. ઉપવાસ કાર્યક્રમ માટે ગાંધી નગરગૃહ ખાતે ઉપવાસ આંદોલન ભાજપનાં નેતાઓ કરી રહ્યાં છે. આ ઉપવાસ આંદોલન દરમિયાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં છે. વાઘાણીની હાજરીમાં ગાંધીજીનું અપમાન થયું.

તો બીજી બાજુ રાજકોટના ઢેબર ચોકમાં ભાજપ દ્વારા ઉપવાસ કાર્યક્રમ યોજાયો હતો . ત્યારે આ આંદોલનમાં કુલર સહિત તમામ વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.આજના દિવસે ભાજપનો હાઈપ્રોફાઇલ ઉપવાસ જોવા મળ્યો હતો.
