Not Set/ યુ.પીના કૈરાના: પેટા-ચુંટણી રદ્દ કરવા માંગ

સમાજવાદી પાર્ટીએ સોમવારે કૈરાના અને નુરપુરની પેટા-ચુંટણીઓમાં કાવતરા મુજબ ઈવીએમ ખરાબ કરવાનો આરોપ લગાવતા ચુંટણી આયોગને ફરિયાદ કરી છે.  સપાનો આરોપ છે કે હારવાના ડરથી બીજેપીએ ઇવીએમમાં છેડછાડ કરાવી છે.  સપાએ ફરિયાદ કરતા ચુંટણી આયોગ પાસે બંને ચુંટણીઓ રદ્દ કરવાની માંગ કરી છે. કૈરાના લોકસભાથી આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસને આરોપ લગાવતા કહ્યું કે આ ચુંટણીને […]

Top Stories India

સમાજવાદી પાર્ટીએ સોમવારે કૈરાના અને નુરપુરની પેટા-ચુંટણીઓમાં કાવતરા મુજબ ઈવીએમ ખરાબ કરવાનો આરોપ લગાવતા
ચુંટણી આયોગને ફરિયાદ કરી છે.  સપાનો આરોપ છે કે હારવાના ડરથી બીજેપીએ ઇવીએમમાં છેડછાડ કરાવી છે.  સપાએ ફરિયાદ
કરતા ચુંટણી આયોગ પાસે બંને ચુંટણીઓ રદ્દ કરવાની માંગ કરી છે.

કૈરાના લોકસભાથી આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસને આરોપ લગાવતા કહ્યું કે આ ચુંટણીને પ્રભાવિત કારવામાં આવી છે.
સ્થાનિક પ્રશાસન દબાણમાં કામ કરી રહ્યું છે. દલિત, મુસ્લિમ અને જાટ બહુમતી વાળા વિસ્તારોમાં ઇવીએમમાં ગડબડ કરવામાં આવી રહી છે.

તબસ્સુમ હસન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ ગંગોહ, નકુડ, અને શામલી વિસ્તારોમાં ઇવીએમમાં ગડબડ હોવાની ફરિયાદ
કરવામાં આવી છે. આ વિસ્તરોઅ મુસ્લિમ અને દલિતોની બહુમતી છે.

તબસ્સુમ દ્વારા લગાવાયેલા આરોપોનો વિરોધ કરતા બીજેપીના ઉમેદવાર મૃગાંકા સિંહે કહ્યુકે કૈરાનામાં ઘણી જગ્યાઓ પરથી
ઇવીએમમાં ખરાબી હોવાની ફરિયાદો આવી રહી છે, એવું નથી કે કોઈ ચોક્કસ વિસ્તારમાંજ ઈવીએમ ખરાબી થઇ હોઈ.

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે શામલી, કૈરાના, ગંગોહ, નકુડ, થાનાભવન અને નુરપુરના લગભગ ૧૭૫ બુથો
પરથી ઈવીએમ-વિવીપેટ મશીન ખરાબ હોવાની ફરિયાદ તરત જ સાંભળવામાં આવે.

અખિલેશે જણાવ્યુકે પેટા-ચુંટણીઓમાં ઘણી જગ્યાઓ પરથી ઈવીએમ ખરાબ હોવાની ફરિયાદ આવી રહી છે. તેમ છતાં મતદાન
કરીને પોતાનું કર્તવ્ય જરૂર નીભાવશો.

સપા પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે નુરપુરમાં લગભગ ૧૪૦ ઈવીએમ ખરાબ હોવાની જાણકારી
મળી છે. કૈરાનામાં પણ આ જ હાલત છે. એમણે કહ્યું કે બીજેપીએ ગોરખપુર અને ફૂલપુરમાં થયેલી હારનો બદલો લેવા માટે આ
કાવતરું કર્યું છે.

સપા મહાસચિવ રામગોપાલ યાદવે ચુંટણી આયોગને ફરિયાદ કરતા કહ્યું કે કૈરાનાના અધિકારીઓ આ બાબતે ધ્યાન નથી આપી રહ્યા.

ઈવીએમ ખરાબ થવાથી લોકોને ખુબ પરેશાની થઇ રહી છે અને બને તેટલું ઝડપથી ઈવીએમ મશીનને સરખા કરવામાં આવે.