Not Set/ કેલીફોર્નીયામાં ગુમ સુરતી પરિવારના મળ્યા મૃતદેહ, પુત્રના સમાચાર સાંભળતા માતાની તબિયત લથડી

કેલીફોર્નીયા, કેલીફોર્નીયામાં ગત 5મી એપ્રિલથી ગુમ થઈ ગયેલ  સુરતનો પરિવાર આખરે મળી આવ્યો છે. આ પરિવારના ચારેય સભ્યોના મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર સુરતના અડાજણનો હતો. પરિવારના ચારે સભ્ય ગુમ થયા પહેલા કેલીફોર્નીયાના જંગલમાં ફરવા માટે ગયો હતો તે પછી પૂરો પરિવાર ગુમ થઈ ગયો હતો. પરિવારના ચારે સભ્ય કેલીફોર્નીયા પૂરમાં ગુમ […]

Top Stories

કેલીફોર્નીયા,

કેલીફોર્નીયામાં ગત 5મી એપ્રિલથી ગુમ થઈ ગયેલ  સુરતનો પરિવાર આખરે મળી આવ્યો છે. આ પરિવારના ચારેય સભ્યોના મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર સુરતના અડાજણનો હતો.

પરિવારના ચારે સભ્ય ગુમ થયા પહેલા કેલીફોર્નીયાના જંગલમાં ફરવા માટે ગયો હતો તે પછી પૂરો પરિવાર ગુમ થઈ ગયો હતો. પરિવારના ચારે સભ્ય કેલીફોર્નીયા પૂરમાં ગુમ થઇ ગયો હતો જેમાં સૌમ્ય અને સિંદ્ધાતના મૃતદેહ નદીથી થોડે દુર મળી આવ્યા હતા જયારે કારમાંથી પુત્રી સાંચી અને પિતા સંદીપનો મૃતદેહ મળી આવ્યો હતો.

5મી એપ્રિલ શુક્રવારના રોજ થોત્તાપિલ્લે પરીવાર્ફ કેલીફોર્નીયાના પોર્ટલેન્ડના ઓરેજોનથી સાન જોસ જઈ રહ્યા હતા ત્યારે ગુમ થયો હતો. તેમની કાર પૂરમાં તણાઈ ગઈ હતી. પરિવારના કોઈ સમાચાર ન મળતા પરિવારજનોએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટ કરીને મદદની માગ કરી હતી અને સુષ્માજીએ પણ તેમના પરિવારની માહિતી મેળવવા પ્રયત્નો થઈ રહ્યાની જાણકારી આપી હતી.

સંદીપના માતા-પિતા દ્વારા પુત્રના પરિવારને લઈને ચિંતામાં આવી ગયા હતા. આ દરમિયાન તમામના મૃતદેહ મળ્યાની જાણ થતા માતા-પિતા ભાંગી પડ્યા છે, હાલ માતાની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના પરિવારની શોધખોળમાં વરસાદના  કારણે ખુબ જ વિઘ્ન ઉભું થયું હતું. ખુબ જ વરસાદ અને પાણી ભરાવાના કારણે રેસ્ક્યુંની કામગીરીને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. વરસાદ બંધ થતા ફરી શોધખોળ શરુ કરવામાં આવી હતી તે સમયે પરિવારના ચારેય સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા.