Not Set/ IPL 2018 : RCBને ૪૬ રને હરાવી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે મેળવી પ્રથમ જીત

મુંબઈ, મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૪૬ રને રોમાંચક વિજય મેળવ્યો હતો. મુંબઈ દ્વારા આપવામાં આવેલા ૨૧૪ રનના વિશાળ ટાર્ગેટ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ૨૦ ઓવરમાં ૧૬૭ રન બનાવી શકી હતી અને MIની ટીમે ટુર્નામેન્ટમાં સતત ત્રણ હાર બાદ પ્રથમ વિજય હાંસલ કર્યો હતો. […]

Uncategorized

મુંબઈ,

મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૪૬ રને રોમાંચક વિજય મેળવ્યો હતો. મુંબઈ દ્વારા આપવામાં આવેલા ૨૧૪ રનના વિશાળ ટાર્ગેટ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ૨૦ ઓવરમાં ૧૬૭ રન બનાવી શકી હતી અને MIની ટીમે ટુર્નામેન્ટમાં સતત ત્રણ હાર બાદ પ્રથમ વિજય હાંસલ કર્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સના શાનદાર વિજયના હિરો કેપ્ટન રોહિત શર્મા, ઓપનર બેટ્સમેન લુંઈસ અને સ્પિન બોલર કૃણાલ પંડ્યા રહ્યા હતા પરંતુ રોહિત શર્માની ૯૪ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને ૨૧૩ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. મુંબઈ તરફથી ઓપનર બેટ્સમેન સુર્યકુમાર યાદવ પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે કેરેબિયન સ્ફોટક ઓપનર લુઇસે ૪૨ બોલમાં ૫ સિક્સર સાથે ૬૫ રન બનાવ્યા હતા.

આ પહેલાની ત્રણ મેચમાં પોતાનું ફોર્મ ન બતાવી શકેલા કેપ્ટન રોહિત શર્માએ RCBના ચોમેર ધુલાઇ કરી હરી અને માત્ર ૫૨ બોલમાં ૫ સિક્સર સાથે ૯૪ રન બનાવ્યા હતા. RCBની ટીમ તરફથી ઝડપી બોલર ઉમેશ યાદવ અને ઓલરાઉન્ડર ખેલાડી કોરી એન્ડરસને અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા ૨૧૪ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા બેંગ્લોરની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર વિકેટકીપર બેટ્સમેન ડી કોક માત્ર ૧૯ રન નોધાવી ઝડપી બોલર મૈક્લેનેગનનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે મિ. ૩૬૦ કહેવાતા એ બી ડીવિલિયર્સ પણ માત્ર ૧ રન બનાવી આઉટ થયો હતો.

જો કે ત્યારબાદ RCB ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમનો એક છેડો સાચવી રાખતા ૯૨ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી પરંતુ પોતાની ટીમને વિજય અપાવી શક્યો ન હતો. કોહલએ ૬૨ બોલમાં ૯૨ રન બનાવ્યા હતા જેમાં ૭ ચોક્કા અને ૪ સિક્સર શામેલ છે. કોહલી સિવાય બેંગ્લોરની ટીમનો કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો. મુંબઈ તરફથી સ્પિન બોલર કૃણાલ પંડ્યાએ સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી જયારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ, મૈક્લેનેગને અનુક્રમે  ૨-૨ વિકેટ ઝડપી હતી.