Not Set/ રેમોની ફિલ્મમાં વરૂણ ધવનને મળશે 32 કરોડ રૂપિયા

મુંબઇ બોલીવુડ સ્ટાર વરુણ ધવન સારો એક્ટ્રેસની સાથે સાથે સારો ડાન્સર પણ છે.વરૂણ ‘એબીસીડી-2’ ફિલ્મથી તેના ડાન્સનો જલવો બતાવી ચૂકયા છે અને હાલમાં IPLની ઓપનિંગ સેરેમનીમાં પણ વરુણએ તેના ડાન્સનું પર્ફોર્મન્સ આપ્યું હતું અને આ પર્ફોર્મન્સ માટે તેને સૌથી વધુ ફી આપવામાં આવી હતી. વરુણ  ‘એબીસીડી-2’ પછી અવારનવાર ડાન્સ પરફોર્મન્સ માટે ચર્ચામાં આવતો જ હોય છે પરંતુ આ વખતે તે […]

Entertainment

મુંબઇ

બોલીવુડ સ્ટાર વરુણ ધવન સારો એક્ટ્રેસની સાથે સાથે સારો ડાન્સર પણ છે.વરૂણ ‘એબીસીડી-2’ ફિલ્મથી તેના ડાન્સનો જલવો બતાવી ચૂકયા છે અને હાલમાં IPLની ઓપનિંગ સેરેમનીમાં પણ વરુણએ તેના ડાન્સનું પર્ફોર્મન્સ આપ્યું હતું અને આ પર્ફોર્મન્સ માટે તેને સૌથી વધુ ફી આપવામાં આવી હતી.

Image result for remo d'souza varun dhawan

વરુણ  ‘એબીસીડી-2’ પછી અવારનવાર ડાન્સ પરફોર્મન્સ માટે ચર્ચામાં આવતો જ હોય છે પરંતુ આ વખતે તે ડાન્સ માટે નહિ પરંતુ તેઓ એક ફિલ્મ કરવા જઈ રહ્યા છે કે જે ડાન્સ પર આધારિત છે. થોડા દિવસ પહેલા માહિતી મળી હતી કે વરુણ ધવન કોરિયોગ્રાફર અને નિર્દેશક રેમો ડિસુઝાની ફિલ્મ માં એક લીડ રોલ નિભાવનો છે અને આ ફિલ્મમાં વરુણ સાથે કેટરીના કૈફ પણ જોવા મળશે. આ ફિલ્મ ડાન્સ પર આધારિત ફિલ્મ છે અને આ ફિલ્મ મોટા બજેટ બનાવવામાં આવી રહી છે.

Image result for remo d'souza varun dhawan

મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં વરુણને 32 કરોડ ફી ચુકવવામાં આવશે અને કેટરીનાને માત્ર 7 કરોડ ફી ચુકવવામાં આવશે. આટલુ જ નહી ફિલ્મના નિર્દેશક રેમોને 12 કરોડ મળવાના છે.

Related image

મહત્વનું છે કે રેમો ડિસુઝા આ ફિલ્મ 4 ડી માં બનાવવા જઈ રહ્યા છે આ પહેલ રેમો 2 ડી અને 3 ડીમાં ફિલ્મ બનાવી ચૂકયા છે.