આજે લોકો મધર્સ ડે મનાવવામાં આવી રહ્યો છે. બોલિવૂડ સેલેબ્સ પણ આ દિવસને પોતાની માતા માટે ખાસ બનાવી રહ્યા છે. કરીના કપૂર ખાને પણ આ દિવસ પોતાના બે બાળકો સાથે ખૂબ જ ખાસ બનાવ્યો છે. અભિનેત્રીએ હજી બીજા પુત્રની તસ્વીરોશેર કરી ન હતી, પરંતુ આજે કરીના કપૂરે સોશિયલ મીડિયા પર બીજા બેબી બોયની તસ્વીર શેર કરી છે.
ફેબ્રુઆરીમાં કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે બીજા દીકરાનો જન્મ થયો હતો. ત્યારથી કરીનાના નાના પુત્રને મીડિયાની નજરથી સંપૂર્ણપણે દૂર રાખવામાં આવ્યો છે. લોકો રાહ જોતા હતા કે નાના નવાબની ઝલક ક્યારે જોવા મળશે, પરંતુ આજે મધર્સ ડે નિમિત્તે તેણે તેમના પુત્રની ઝલક બતાવી છે.
તેણે મોટા પુત્ર તૈમૂર સાથે નાના પુત્રની તસ્વીર શેર કરી છે. તસવીરમાં તૈમૂર નાના ભાઈને તેના ખોળામાં લઈને બેઠો છે. ફોટામાં તૈમૂર કેમેરા સામે જોતી વખતે હસતો જોવા મળી રહ્યો છે. જો કે આ ફોટામાં પણ કરીનાના નાના પુત્રનો આખો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો નથી.
https://www.instagram.com/p/COo_jvIp5ZF/?utm_source=ig_web_copy_link
