મુંબઈ
અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’નું નવું એક પોસ્ટર રિલીઝ થયું છે. આ પોસ્ટર બંને હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં રીલીઝ કરવામાં આવ્યું છે. અક્ષય આ પોસ્ટર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે. અક્ષયે પોતાના ટ્વિટરમાં લખ્યું હતું – દેશ જયારે બને છે ત્યારે દેશવાસીઓની આંખોમાં એક સ્વપ્ન હોય છે. અક્ષય કુમાર ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લઈને પોસ્ટરમાં જોવા મળે છે. આ ફિલ્મ થિયેટર્સમાં 15 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે.
Desh banta hai jab sab deshvasiyon ki aankhon mein ek sapna hota hai. #Gold15Aug pic.twitter.com/nDZclDCtYH
— Akshay Kumar (@akshaykumar) June 13, 2018
રીમા કાગતીના નિર્દશનમાં બની રહેલ ફિલ્મ ‘ગોલ્ડ’નું પ્રોડક્શન ફરાહન અખ્તર અને રિતેશ સિંધવણી કરી રહ્યા છે. અક્ષય કુમાર ઉપરાંત મોની રોય પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ ટીવી અભિનેતા મોની રોયની બોલિવૂડની પ્રથમ ફિલ્મ હશે. અમિત સાધ અને કુનાલ કપૂર પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે.
