Not Set/ ફી નિયમનની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો 25 એપ્રિલે ડીઈઓ કચેરીને તાળાબંધી: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ

સુરતમાં સહી ઝૂંબેશ સાથે 5 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા વાલીઓમાંથી બે વાલીઓની તબિયત હવે લથડી હતી. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ફી મુદ્દે શાળા સંચાલકો તથા સરકાર સંપી ગઇ છે તેમ જણાવી વાલીઓએ, આ સ્થિતિ ન બદલાય ત્યાં સુધી આમરણ ઉપવાસ બંધ નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ફી નિયમનને લઈને સુરતમાં શાળા સંચાલકો અને […]

Gujarat

સુરતમાં સહી ઝૂંબેશ સાથે 5 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા વાલીઓમાંથી બે વાલીઓની તબિયત હવે લથડી હતી. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ફી મુદ્દે શાળા સંચાલકો તથા સરકાર સંપી ગઇ છે તેમ જણાવી વાલીઓએ, આ સ્થિતિ ન બદલાય ત્યાં સુધી આમરણ ઉપવાસ બંધ નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ફી નિયમનને લઈને સુરતમાં શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે વિરોધ યથાવત છે. અને વાલીઓ છેલ્લા થોડા દિવસોથી અનશન પર બેઠા છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અનશન પર બેઠેલા વાલીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભાજપ સરકાર સામે આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે ચુંટણી પહેલા ફી ઘટાડવા માટે વાયદો કરાયો હતો.

પરંતુ ચૂંટણીમાં જીત મળ્યા બાદ સરકાર તેનો વાયદો ભૂલી ગઈ છે અને વાલીઓને માત્ર લોલીપોપ  જ મળી છે. આ ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો કે શાળા સંચાલકો અને  ભાજપ સરકાર વચ્ચે મીલીભગત હોય તેવું પણ લાગી રહ્યું છે અને જો આ સમસ્યાનો થોડા દિવસોમાં ઉકેલ નહીં આવે તો 25 એપ્રિલે કોંગ્રેસ દ્વારા દરેક શહેરમાં શિક્ષણ અધિકારીની કચેરીને તાળાબંધી કરવાની ચીમકી પણ અમિત ચાવડાએ ઉચ્ચારી છે..