દિલ્હી
ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દિપક મિશ્રા સામે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો દ્રારા લાવવામાં આવેલી ઇમ્પીચમેન્ટનો પ્રસ્તાવ રાજ્યસભાના ચેરમેન વૈંક્યા નાયડુએ ફગાવી દીધો છે.એક ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે વાઇસ પ્રેસીડન્ટ વૈંક્યા નાયડુએ આ પ્રસ્તાવમાં કોઇ મેરીટ ના હોવાના કારણે ફગાવ્યો છે.
ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા સામે મહાભિયોગનો પ્રસ્તાવ વૈંક્યા નાયડુ દ્રારા ફગાવતા હવે કોંગ્રેસ સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરી શકે છે.કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે જો રાજ્યસભાના ચેરમેનને મહાભિયોગના આ પ્રસ્તાવમાં કોઇ લાયકાત ના હોય તો તેને જ્યુડીશીયલ રીવ્યુ માટે મોકલવો જોઇએ.
વૈંક્યા નાયડુએ મહાભિયોગનો પ્રસ્તાવને ફગાવતા એમ પણ કહ્યું છે કે આ પ્રસ્તાવ રાજકીય ઉદ્દેશથી લાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાત વિપક્ષી પાર્ટીઓના 64 જેટલાં સાસંદોએ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દિપક મિશ્રા સામે ઇમ્પીચમેન્ટની દરખાસ્ત મુકી હતી.આ પાર્ટીઓમાં કોંગ્રેસ સહિત એનસીપી,સીપીએમ,સીપીઆઇ,એસપી,બીએસપી અને મુસ્લીમ લીગના સાંસદો હતા.
રાજ્યસભાના ચેરમેન વૈક્યા નાયડુ દ્રારા સીજેઆઇ સામે મહાભિયોગનો પ્રસ્તાવ ફગાવવામાં આવતા કોંગ્રેસની પ્રતિક્રિયાઓ આવી હતી.
કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંધવીએ ટ્વીટ કરીને કહ્યું કે અપેક્ષા પ્રમાણે જ શ્રી નાયડુએ મહાભિયોગ પ્રસ્તાવ ફગાવી દીધો છે.અપેક્ષાથી વિરૂધ્ધ તેમણે આઉટ સ્ટેશનથી આવતાં જ એક જ દિવસમાં આ નિર્ણય લીધો.
Expectedly, Sh Naidu rejected imp’ment motion. Unexpectedly, he did so within one day of returning from outstn. Hopefully, the alacrity was not intended to render infructuous calls for CJI to stop Admn work
— Abhishek Singhvi (@DrAMSinghvi) April 23, 2018
