Not Set/ VHPના કાર્યકર્તાએ OLA કેબના ડ્રાઈવરનો ધર્મ જોઇને ભર્યું આવું પગલું

લખનઉમા વિશ્વ હિંદુ પરિષદના યુવકે OLA કેબના મુસ્લિમ ડ્રાઈવરને જોઇને ઓલા કેન્સલ કરી દીધી. એક બાજુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવાસો કરોડ દેશવાસીઓની વાતો કરે છે અને VHPના એક યુવા ડ્રાઈવરે ગાડીના ડ્રાઈવરનો ધર્મ જોઇને ગાડી કેન્સલ કરાવી દીધી. યુપીની રાજધાની લખનઉનની આ એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના 20 એપ્રિલના રોજની છે. […]

Top Stories

લખનઉમા વિશ્વ હિંદુ પરિષદના યુવકે OLA કેબના મુસ્લિમ ડ્રાઈવરને જોઇને ઓલા કેન્સલ કરી દીધી. એક બાજુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવાસો કરોડ દેશવાસીઓની વાતો કરે છે અને VHPના એક યુવા ડ્રાઈવરે ગાડીના ડ્રાઈવરનો ધર્મ જોઇને ગાડી કેન્સલ કરાવી દીધી. યુપીની રાજધાની લખનઉનની આ એક વિચિત્ર ઘટના સામે આવી છે.

આ ઘટના 20 એપ્રિલના રોજની છે. VHPના યુવા કાર્યકર્તા અભિષેક મિશ્રાએ લખનઉનમાં બટલર કોલોનીથી પોલીટેકનીક બસ સ્ટેન્ડ સુધી જવા માટે એક ઓલા કેબનું બુકિંગ કર્યું પરંતુ તેણે ડ્રાઈવરનું નામ મસૂદ અસલમ જોઇને કેન્સલ કરાવ્યું હતું. અભિષેકે બુકિંગ કેન્સલ કરાયું અને સાથે સ્ક્રીન શોટ લઈને ટ્વીટ પણ કર્યું હતું.

ટ્વીટમાં VHPના યુવા કાર્યકર્તા અભિષેક મિશ્રાએ લખ્યું કે મેં ઓલા કેબ કેન્સલ કરાવી દીધી છે કારણ કે ઓલા કેબનો ડ્રાઈવર મુસ્લિમ છે. હું મારા પૈસા જેહાદ્દી લોકોને આપવા નથી માંગતો.

અભિષેક મિશ્રાના ટ્વીટને ધ્યાનમાં લઈને OLA કેબ પ્રોવાઇડર કંપનીએ જવાબ આપ્યો અને રીપ્લાયમાં કહ્યું કે અમે લોકો જાતિ, ધર્મ, લિંગના આધાર પર કોઈ ભેદભાવ નથી કરવા માંગતાં અમે તમામ ગ્રાહકોને ડ્રાઈવર્સને સલાહ આપીએ છીએ કે એકબીજાને સન્માન આપો.

અભિષેક મિશ્રા પોતાને વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડયેલો બતાવ્યો છે. મહત્વનુંએ છે કે અભિષેક મિશ્રાનું એકાઉન્ટ વેરિફાઇડ છે અને અભિષેકને ટ્વીટર પર કેન્દ્રીય મંત્રીઓ સહિત યુપીના ઘણા બધા મંત્રી ફોલો કરે છે.