મુંબઇ,
એક તરફ જ્યાં બોલિવુડથી લઈને ટોલીવુડની અભિનેત્રીઓ ફિલ્મમાં થઇ રહેલાં કાસ્ટિંગ કાઉચ અંગે અવાજ ઉઠાવી રહી છે અને નવા નવા ખુલાસા કરી રહી છે. ત્યાં જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાને વિવાદિત નિવેદન આપ્યું છે. એક ખાનગી ચેનલ સાથે વાત કરતાં સરોજ ખાને કાસ્ટિંગ કાઉચને સમર્થન આપતાં ગ્લેમર વર્લ્ડ ચોકી ઉઠ્યું હતું.
સરોજ ખાને કહ્યું કે, કાસ્ટિંગ કાઉચ કોઈ નવી વાત નથી. બાબા આદમના જમાનાથી આ ચાલ્યું આવે છે.
સરોજ ખાને ત્યાં સુધી કહી દીધું કે દરેક છોકરી ઉપર કોઈને કોઈ હાથ સાફ કરવાની કોશિશ કરે છે. સરકારના લોકો પણ એવું જ કરે છે. તો તમે લોકો ફક્ત ફિલ્મ ઈંડસ્ટ્રીની પાછળ કેમ પડ્યા છો? ફિલ્મ જગત રેપ કરીને છોડી નથી દેતો, રોજગારી તો આપે છે. યુવતી ઉપર નિર્ભર કરે છે કે તેણે કોઈના હાથમાં આવવું કે નહીં.
Yeh chala aa raha hai Baba azam ke zamaane se. Har ladki ke upar koi na koi haath saaf karne ki koshish karta hai. Govt ke log bhi karte hain. Tum film industry ke peeche kyun pade ho? Woh kam se kam roti toh deti hai. Rape karke chhod toh nahi deti: Saroj Khan on Casting Couch. pic.twitter.com/xvHxSbvhzg
— ANI (@ANI) April 24, 2018
સરોજ ખાનના આ નિવેદનથી એ તમામ અભિનેત્રીઓ પર સવાલ ઉઠ્યા છે, જે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. સરોજ ખાનના મતે કાસ્ટિંગ કાઉચ થાય છે. તેના માટે જવાબદાર યુવતીઓ જ છે. કારણકે જે-તે પરિસ્થિતિમાં યુવતીઓએ આમ થવા જ દીધું.
