નાગરીક સુધારણા બિલનાં વિરોધમાં ઉત્તર-પૂર્વ અને ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે રોષ જોવામાં આવી રહ્યા છે. લોકો અનેક રાજ્યોમાં રસ્તા પર બિલનાં વિરોધમાં ઉતરી આવ્યા છે. ખાસ કરીને સેવન સિસ્ટર અને આસામ – બંગાળમાં લોકો દ્વારા બિલનાં વિરોધમાં ભારે રોષ સાથે દેખાવો કરવામાં આવી રહ્યા છે. રસ્તા પર ઉતરી આવેલા લોકોનું સુરક્ષાદળો(પોલીસ સહિત) સાથે ભારે ઘર્ષણ થઇ રહ્યું હોવાની વિગતો પણ સામે આવી રહી છે. આ ઘર્ષણમાં એક વ્યક્તિનાં મોતનાં પણ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. બિલ હજુ તો લોકસભામાંથી જ પાસ થયું છે, જો રાજ્યસભામાં પાસ થવાનું હજુ બાકી છે.
આપને જણાવી દઇએ કે BJD બીજુ જનતા દળ દ્વારા પણ આ બિલનું સમર્થન કરવામાં આવી રહ્યું છે અને આસામમાં જ આ બિલનો ભારે વિરોધ પણ જોવામાં આવી રહ્યો છે. ત્યારે જો બિલ રાજ્યસભામાંથી પાસ થશે( જે થશે તેવું ભાજપ – કેન્દ્ર સરકારનું સંખ્યા બળ છે) તો લોકો વધુ રોષથી પ્રદર્શન કરશે તેવી ભીંતી વર્તાઇ રહી હોવાથી સિવિલ એડમિનીસ્ટ્રેશન દ્વારા આર્મીની 3જી કોલમની પણ માંગણી કરવામાં આવી છે.
Indian Army: Three Army columns requisitioned by civil Administration so far in Tripura and Assam. Two columns in Tripura are deployed and the third one in Assam is on standby. pic.twitter.com/agqrTMQxcd
— ANI (@ANI) December 11, 2019
ભારતીય સૈન્યનાં સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, ત્રિપુરા અને આસામમાં સિવિલ એડમિનિસ્ટ્રેશન દ્વારા અત્યાર સુધી ત્રણ આર્મી કોલમની માંગ કરવામાં આવી છે. ત્રિપુરામાં બે કોલમ તૈનાત છે અને ત્રીજી એક આસામમાં સ્ટેન્ડબાય પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
