ઉત્તરાખંડમાં તોતા વેલી પાસે પહાડ તૂટી પડ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમા તે જોઈ શકાય છે કે એક પર્વત અચાનક જોત જોતામાં તૂટી પડે છે. ભૂસ્ખલનનો આ વીડિયો ઋષિકેશ-શ્રીનગર નેશનલ હાઇવે 58 નો છે. મીડિયા અહેવાલો અનુસાર, ઋષિકેશ-શ્રીનગર નેશનલ હાઇવે 58 અહીં Land Sliding નાં કારણે બંધ હતો, ત્યારબાદ વાહનોની લાંબી કતાર લાગી હતી.
આ પણ વાંચો – વલસાડનું ગૌરવ / આગામી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલના લક્ષાંક સાથે વલસાડની યુવતી કીક બોક્ષીગ અને મિકશ માર્શલઆર્ટની કરી રહી છે તૈયારી
ભૂસ્ખલનનો આ વીડિયો ખૂબ જ ડરામણો છે. આ વીડિયો જોયા બાદ લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક વ્યક્તિએ આ વીડિયો જોયા બાદ કહ્યું કે તે ખૂબ જ ડરાવનારો છે. વળી, અન્ય વ્યક્તિએ કહ્યું કે, આ બધું વૃક્ષો કાપવા અને પ્રકૃતિને નુકસાન પહોંચાડવાને કારણે થઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે આ રીતે પર્વત તૂટવાની તસવીરો અને વીડિયો સામે આવ્યા હોય. આ પહેલા પણ અહીં ભૂસ્ખલનની ઘણી તસવીરો બહાર આવી છે. જોશીમઠનાં ઝાડકુલા વિસ્તારમાં આવેલી હોટલનો એક ભાગ આ મહિને શનિવારે ભૂસ્ખલનને કારણે તૂટી પડ્યો હતો. હોટલની ઇમારત ધરાશાયી થતાં જ ચારે બાજુ અંધાધૂંધી અને કાટમાળ જોવા મળ્યો હતો. જો કે, અહી સારી વાત એ રહી કે હોટલ સ્ટાફે પ્રવાસીઓને હોટલમાંથી જલ્દી જ નિકાળી દીધા હતા.
#WATCH | Uttarakhand: National Highway 58 (Rishikesh-Srinagar) near Tota Ghati closed after boulders roll downhill due to landslide; vehicular movement affected. pic.twitter.com/X1b9sMTcNx
— ANI (@ANI) August 10, 2021
આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી
આપને જણાવી દઇએ કે, આ સમયગાળા દરમ્યાન કોઈ જાનમાલનાં નુકસાનનાં સમાચાર સામે આવ્યા નથી. પ્રારંભિક ભૂસ્ખલન બાદ ત્યાં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. રસ્તા પર ઉભેલા તમામ લોકો મોબાઈલ પર પથ્થરો નીચે પડવાની ઘટનાને કેદ કરવામાં વ્યસ્ત હતા. તે જ સમયે એક વિશાળ પથ્થર ધડાકા સાથે રસ્તા પર પડ્યો અને મોબાઈલ પર વીડિયો બનાવતા લોકોમાં નાસભાગ મચી ગઈ. કાટમાળ પથ્થરો સાથે નીચે આવ્યો અને નીચે ખાઈમાં પડી ગયો. આ દરમ્યાન એક બસ અને એક ઓઇલ ટેન્કર પણ રસ્તા પર ઉભા દેખાઇ રહ્યા હતા, પરંતુ સદનસીબે તેના પર કોઇ પથ્થર પડ્યો ન હતો.
