દિલ્લી,
દિલ્લીના ફિરોજ શાહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન દિલ્લી ડેરડેવિલ્સ (DD)ની ટીમે ૫૫ રને શાનદાર વિજય મેળવ્યો છે. DDની ટીમ દ્વારા આપવામાં આવેલા ૨૨૦ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ ૨૦ ઓવરમાં ૧૬૪ રન જ બનાવી શકી હતી અને દિલ્લીની ટીમે સતત હાર બાદ ટુર્નામેન્ટમાં પોતાનો બીજો વિજય હાંસલ કર્યો હતો.
And that's it from Delhi as they post their second win of the season.@DelhiDaredevils beat #KKR by 55 runs #DDvKKR #VIVOIPL pic.twitter.com/fSXywAP3TQ
— IndianPremierLeague (@IPL) April 27, 2018
દિલ્લી ડેરડેવિલ્સના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન પૃથ્વી શો, કેપ્ટન શ્રેયસ ઐયર અને સ્પિન બોલર અમિત મિશ્રા રહ્યા હતા. પરંતુ શ્રેયસ ઐયરને ૯૩ રનની કેપ્ટન ઇનિંગ્સના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
Innings Break.
A fine innings by @PrithviShaw, followed by a stupendous knock of 93* by Shreyas propels the @DelhiDaredevils to a total of 219/4.
Stay tuned, chase coming up in a bit #DDvKKR #VIVOIPL pic.twitter.com/FDrconI9BI
— IndianPremierLeague (@IPL) April 27, 2018
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી દિલ્લીની ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૨૧૯ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. DDની ટીમ તરફથી ઓપનર બેટ્સમેન પૃથ્વી શોએ IPL કેરિયરની પ્રથમ ફિફ્ટી ફટકારતા ૪૪ બોલમાં ૬૨ રન તેમજ કોલિન મુનરોએ માત્ર ૧૮ બોલમાં ૩૩ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા. જયારે કેપ્ટન શ્રેયસ ઐયર KKRના બોલરોની ચારેબાજુ ધુલાઇ કરતા માત્ર ૪૦ બોલમાં ૯૩ રનની કેપ્ટન ઇનિંગ્સના રમી હતી. આ ઇનિંગ્સ દરમિયાન ઐયરે ૧૦ ગગનચુંબી સિક્સરો પણ ફટકારી હતી. KKRની ટીમ તરફથી ઝડપી બોલર આન્દ્રે રસેલ અને પિયુષ ચાવલાએ અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.
દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા ૨૨૦ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાને ૧૬૪ રન જ બનાવી શકી હતી અને ૫૫ રને ટીમને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. KKRની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને સ્ફોટક ઓપનર ક્રિશ લીન માત્ર ૫ રન બનાવી આઉટ થયો હતો, જયારે સુનિલ નરેને માત્ર ૯ બોલમાં ૨૬ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી.
જો કે ત્યારબાદ ઓલરાઉન્ડર ખેલાડી આન્દ્રે રસેલે ૩૦ બોલમાં ૪૪ અને શુભમાન ગિલે ૨૯ બોલમાં ૩૭ રન ફટકાર્યા હતા પરંતુ તે પોતાની ટીમને વિજય અપાવી શક્યા ન હતા. જયારે DDની ટીમ તરફથી સ્પિન બોલર અમિત મિશ્રા અને ઝડપી બોલર આવેશ ખાને અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.
