Not Set/ સ્વાઇન ફ્લુ અંગે સતર્કતા દાખવવા રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહાનગરોની મેરેથોન મુલાકાત યોજી

રાજ્યભરમાં સ્વાઇન ફ્લુનાં વધી રહેલા કહેરને લઇને હવે રાજ્ય સરકાર દોડતી થઇ છે. સ્વાઇન ફ્લુ અંગે સતર્કતા દાખવવા રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહાનગરોની મેરેથોન મુલાકાત યોજી હતી. રાજ્યનાં ચાર મહાનગરોની ઊડતી મુલાકાત લઇ રહેલા સીએમએ પહેલાં સુરતની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારનાં હાઇપાવર ડેલીગેશને સુરત બાદ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં […]

Gujarat

રાજ્યભરમાં સ્વાઇન ફ્લુનાં વધી રહેલા કહેરને લઇને હવે રાજ્ય સરકાર દોડતી થઇ છે. સ્વાઇન ફ્લુ અંગે સતર્કતા દાખવવા રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહાનગરોની મેરેથોન મુલાકાત યોજી હતી. રાજ્યનાં ચાર મહાનગરોની ઊડતી મુલાકાત લઇ રહેલા સીએમએ પહેલાં સુરતની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારનાં હાઇપાવર ડેલીગેશને સુરત બાદ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુની સારવાર માટે અલગથી ઊભા કરવામાં આવેલાં આઇશ્યોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી. સીએમે વોર્ડમાં સ્વાઇન ફ્લુનાં દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ વ્યવસ્થાઓ ચકાસી હતી. સાથે જ સત્તાધીશોને જરૂરી સુચનાઓ આપી હતી.