Not Set/ નોકરી કરતી માતાઓના સંતાનો જાડિયા કેમ હોય છે, જાણો કારણો

અમદાવાદ, જો તમે પણ તમારા બાળકોના વધતા જતા વજન અને મેદસ્વીતાના કારણે પરેશાન છો તો બની શકે છે કે, આનું કારણ પણ તમે હોઈ શકો છો. એક સંશોધન મુજબ, નોકરી-ધંધા કરતી માતાઓના બાળકોનુ વજન વધુ હોવાની આશંકા અન્યોની સરખામણીએ વધી જતી હોય છે. સંશોધકોનું માનીએ તો જે રીતે છેલ્લા ૧૦ વર્ષમાં ઘરની બહાર જઈને કામ કરતી […]

Lifestyle

અમદાવાદ,

જો તમે પણ તમારા બાળકોના વધતા જતા વજન અને મેદસ્વીતાના કારણે પરેશાન છો તો બની શકે છે કે, આનું કારણ પણ તમે હોઈ શકો છો. એક સંશોધન મુજબ, નોકરી-ધંધા કરતી માતાઓના બાળકોનુ વજન વધુ હોવાની આશંકા અન્યોની સરખામણીએ વધી જતી હોય છે.

સંશોધકોનું માનીએ તો જે રીતે છેલ્લા ૧૦ વર્ષમાં ઘરની બહાર જઈને કામ કરતી મહિલાઓની સંખ્યામાં જેમ જેમ વધારો થયો છે, તેમ તેમ બાળકોની મેદસ્વીતા પણ વધી છે.

સંશોધકોના જણાવ્યા મુજબ, માતાઓની નોકરી અને સંતાનોનાં જાડિયાપણાં વચ્ચે સામ્ય જોવા મળી રહ્યું છે. આંકડાઓની વાત કરીએ તો  દુનિયાભરમાં ૧૯૭૦ બાદ જન્મેલા બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ બે ગણુ વધ્યુ છે.  ૨૦૧૪ના આંકડા મુજબ, દુનિયાભરમાં ૨૦૦ મિલીયનથી વધુ બાળકો મોટાપાનો શિકાર થયા હોવાનુ સામે આવ્યુ હતું.

સંશોધનકર્તાઓનું માનીએ તો, માતાની સાથે ઓછો સમય ગાળનાર બાળકો જંક ફુડ વધુ પ્રમાણમાં ખાતા હોય છે. બહારનું ખાવાનુ તેમની પ્રાથમિક્તા હોય છે. માતાની સાથે ઓછું રહેનાર સંતાનો ઘરની રસોઈ ઓછી પસંદ કરતા હોય છે. આવા બાળકો ફિઝિકલ વર્ક ઓછુ કરે છે અને તેમની ઊંઘ પણ યોગ્ય નથી હોતી. આ તમામ આદતોના કારણે વજન વધવાની શક્યતા વધી જતી હોય છે. આ મુશ્કેલીને દૂર કરવાનો એક જ ઉપાય છે અને તે એ છે કે કામકાજ કરતી માતાઓએ પોતાના બાળકોને યોગ્ય સમય આપવો જાઈએ.

સંશોધનકર્તા ડોક્ટર ગ્વોજના જણાવ્યા મુજબ, જે મહિલાઓ ઓફિસમાં વધુ સમય ગાળે છે, તેમની પાસે ઘરે ખાવાનો બનાવવાનો સમય નથી હોતો અને ઘરની ચીજવસ્તુની ખરીદીનો સમય નથી હોતો. જેના કારણે તેમના બાળકો પણ જંકફુડ તરફ વધે છે.