Not Set/ સેક્સ વગર નથી રહી શક્તી આ એક્ટ્રેસ

દક્ષિણ ભારતની એક્ટ્રેસ સમન્થા રુથ પ્રભુ આજે તેની 31 મી જન્મદિવસની ઉજવણી કરી રહી છે. તેનો જન્મ 28 એપ્રિલ 1987 ના રોજ થયો હતો. તે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી હોવાની સાથે મોડેલ પણ છે. આ સાથે સમન્થાએ ટોલીવુડની ઘણી હિટ અને સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેના જન્મદિવસની ઉજવણી માટે તેના પતિ નાગાની ચૈતન્ય […]

Entertainment

દક્ષિણ ભારતની એક્ટ્રેસ સમન્થા રુથ પ્રભુ આજે તેની 31 મી જન્મદિવસની ઉજવણી કરી રહી છે. તેનો જન્મ 28 એપ્રિલ 1987 ના રોજ થયો હતો. તે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી હોવાની સાથે મોડેલ પણ છે.

આ સાથે સમન્થાએ ટોલીવુડની ઘણી હિટ અને સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેના જન્મદિવસની ઉજવણી માટે તેના પતિ નાગાની ચૈતન્ય સાથે કોઈ વિશિષ્ટ સ્થળે ગઇ છે. સમન્થાનો આ જન્મદિવસ ખુબજ ખાસ છે કેમકે આ દિવસોમાં તેમની ફિલ્મો ‘ મેર્સલ ’ અને ‘ રંગસ્થલમ ‘ રેકોર્ડ તોડ કમાણી કરી રહી છે.

આપને જણાવી દઈએ કે, સમન્થા ને ટોલીવુડમાં સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે અને તેને ઘણી ફિલ્મોમાં તેમના કામના કારણથી નામ કમાયું છે. આપ સૌને કદાચ જ આ વાત ખબર હશે કે સમન્થા ને ટોલીવુડમાં કેમ પગ મુક્યો એ જાણી તમે સહુ અચરજ પામશો તો નવાઈ નહી. જી હા, હકીકતમાં એક સમય એવો હતો કે સમન્થાને પૈસા ની તંગીએ એટલી હદ સુધી લાવી દીધી હતી કે તે કોઈ પણ કામ કરવા તૈયાર હતી. આ જ કારણસર તેને ફિલ્મ ઉદ્યોગમાં પગ મુક્યો અને મોડેલીંગ શરુ કર્યું. મોડેલીંગ સમયે સમન્થા પાર્ટ-ટાઈમ જોબ પણ કરતી હતી. તે પછી તેને ફિલ્મ ‘યે માયા ચેસવે’ ની ઓફર મળી. આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ ડેબ્યુ એવોર્ડ પણ મળ્યો હતો.

એકવાર આ જ સમયે તેને ફિલ્મની ઑફર મળી હતી  જેના માટે તે ગઇ હતી અને તેનું પહેલું ફિલ્મ જ સુપરહીટ થયું હતું.  તે પછી તેણે ઘણા ફિલ્મોમાં કામ કર્યું હતું. સમન્થાએ ટોલીવૂડમાં આવતાંજ એક્ટર સિદ્દાર્થ ને ડેટ કરતી હતી પરંતુ આ સ્ટોરી વધુ સમય સુધી ચાલી નહિ અને ત્યારબાદ સમન્થા એ નાગા ચૈતન્ય ને ડેટ કરતી હતી અને ત્યારબાદ તેની સાથે લગ્ન કર્યા. સમન્થા પ્રભુને તેના મિત્રો પ્રેમથી સેમ કહે છે. પરંતુ આ વાત કોઈક જાણે છે કે તેનું બીજું નામ યશોદા છે. નાગા ચૈતન્ય પહેલાં સમન્થા એકટર સિદ્ધાર્થ ને ડેટ કરતી હતી. તે સમયે સિદ્ધાર્થ પણ સમન્થા ને ‘ યશો ‘ કહીને બોલાવતો હતો

એકવાર જયારે સમન્થા ને પૂછવામાં આવ્યું હતું કે તેમના માટે સેક્સ જરૂરી છે કે જમવાનું? તો સમન્થા એ જવાબ આપતા કહ્યું કે તે જમ્યાં વગર દિવસ પસાર કરી શકે પરંતુ સેક્સ વગર નહી.

સમન્થા પ્રભુ એક એનજીઓ પણ ચાલે છે તેનું નામ ‘ પ્રત્યુષા આધાર’ છે. આ એનજીઓ પસંદગીના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. આ કામ માટે સંસ્થાએ લિવ-લાઈફ હોસ્પિટલ સાથે કરાર કર્યો છે. આ એનજીઓ સ્ત્રીઓ અને બાળકોને સારવારમાં પણ મદદ કરે છે.

સમન્થા તેમની સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે પણ જાણીતી છે. સમન્થાએ તાજેતરમાં બિકીનીમાં તેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. તેના પર એક યુજરે કમેન્ટ કરી હતી કે તે નાગાર્જુન ની પુત્રવધુ છે માટે આવા ફોટોસ જાહેરમાં શેર કરવી ન જોઈએ. આ પર સમન્થાએ કમેન્ટ કરીને કહ્યું કે તે તેના નિયમો પોતેજ બનાવે છે.