Not Set/ ૭૫ વર્ષના ઇતિહાસમાં બીજીવાર નહીં આપવામાં આવે નોબલ પુરસ્કાર, આ છે મુખ્ય કારણ

કોપનહેગન, દુનિયાભરમાં સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતા સુપ્રસિદ્ધ નોબલ પુરસ્કારનો એવોર્ડ ચાલુ વર્ષે આપવામાં આવશે નહિ. નોબલ પુરસ્કાર આપવાવાળી સંસ્થા સેક્સ સ્કેન્ડલ ફસાઈ ચુકી છે જેથી વર્ષ ૨૦૧૮માં નોબલ પુરસ્કાર આપવાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે. ત્યારે ૭૫ વર્ષના ઇતિહાસમાં આ બીજી વાર હશે ત્યારે આ એવોર્ડ આપવામાં આવશે નહીં. શુક્રવારે સ્ટોકહોમમાં મળેલી એક સાપ્તાહિક બેઠકમાં સ્વીડીશ […]

Top Stories World

કોપનહેગન,

દુનિયાભરમાં સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતા સુપ્રસિદ્ધ નોબલ પુરસ્કારનો એવોર્ડ ચાલુ વર્ષે આપવામાં આવશે નહિ. નોબલ પુરસ્કાર આપવાવાળી સંસ્થા સેક્સ સ્કેન્ડલ ફસાઈ ચુકી છે જેથી વર્ષ ૨૦૧૮માં નોબલ પુરસ્કાર આપવાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે. ત્યારે ૭૫ વર્ષના ઇતિહાસમાં આ બીજી વાર હશે ત્યારે આ એવોર્ડ આપવામાં આવશે નહીં.

શુક્રવારે સ્ટોકહોમમાં મળેલી એક સાપ્તાહિક બેઠકમાં સ્વીડીશ એકેડમી દ્વારા આ નોબલ પુરસ્કાર ન આપવાની વાત જણાવી હતી. ત્યારે હવે આ એવોર્ડ વર્ષ ૨૦૧૯માં આપવામાં આવશે.

સેક્સ સ્કેન્ડલની વાતો સામે આવ્યા બાદ આ એકેડમી શર્મશાર થઇ ચુકી છે. બીજી બાજુ દુનિયામાં સૌથી વધુ સન્માન અને આદર સત્કાર સાથે જોવા મળતી આ એકેડમીને પહેલીવાર આ પ્રકારના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.

આ એકેડમી દ્વારા કહેવામાં આવ્યું, “યૌન ઉત્પીડનના અને નાણાકીય ગોટાળાના આરોપો બાદ હવે એકેડમી નોબલ પુરસ્કારના વિજેતાની પસંદગી કરવાની સ્તિથીમાં નથી”.

મહત્વનું છે કે, આ પહેલા સાહિત્યના ક્ષેત્રમાં અપાતો નોબલ પુરસ્કાર વર્ષ ૧૯૪૩માં બીજા વિશ્વયુદ્ધને લઇ સ્થગિત કરવામાં આવ્યો હતો.

નોબલ પુરસ્કાર આપતી એકેડમીના સેક્રેટરી એન્ડર્સ ઓલ્સને કહ્યું, “અમારા દ્વારા આગળના પુરસ્કાર વિજેતાનું નામ ઘોષિત કરતા પહેલા લોકોનો ભરોષો કાયમ કરવો પડશે અને આ માટે સમયની જરૂરત છે”.

શું છે આ મામલો

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ફ્રેંચ ફોટોગ્રાફર જીન કલાઉડ અરનોલ્ટના કથિત જાતીય સતામણીને લઇ સ્વીડિશ એકેડમી આલોચનાઓના ઘેરામાં છે. અરનોલ્ટના લગ્ન આ એકેડમીના એક પૂર્વ સભ્ય સાથે થયા હતા અને તેઓનું નામ કેટરીના ફ્રોસ્ટેસન છે.

જો કે ત્યારબાદ ગત વર્ષે નવેમ્બર મહિનામાં “મી ટુ” આંદોલન દરમિયાન આ મામલો બહાર આવ્યો હતો. જયારે ફ્રેંચ ફોટોગ્રાફર જીન કલાઉડ અરનોલ્ટ પર ૧૮ મહિલાઓએ યૌન ઉત્પીડનના આરોપો લગાવ્યા હતા અને આ મામલો બહાર આવ્યો હતો.

સંસ્થાના ૬ સભ્યોએ આપ્યા રાજીનામાં

આ સ્વીડિશ સંસ્થાના સભ્ય કેટરીના ફ્રોસ્ટેસનના પતિ પર આ ગંભીર આરોપો સામે આવ્યા બાદ તેઓને ૧૮ સભ્યોની કમિટીમાંથી બહાર કાઢવા અંગે વોટિંગ કરવામાં આવ્યું હતું. તેમજ એકેડમી દ્વારા આ મહિલાને રાજીનામું આપવા માટે મજબુર પણ કરી હતી. જયારે બીજી બાજુ આ એકેડમીના કુલ ૧૮ માંથી ડેનિયસ સહિતના ૬ સભ્યોએ રાજીનામું આપી દીધું છે.

કોની યાદમાં આપવામાં આવે છે આ નોબલ પુરસ્કાર

દુનિયામાં સાહિત્ય ક્ષેત્રે અપાતા સુપ્રસિદ્ધ નોબલ પુરસ્કારને ડાયનામાઈટનો આવિષ્કાર કરનાર એલ્ફ્રેડ નોબલની યાદમાં આપવામાં આવે છે.