કેન્સાસ
ગત વર્ષે કેન્સાસ શહેરમાં એક ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોતલાની પૂર્વ નૌસેનાના અધિકારીએ હત્યા કરી દીધી હતી. ગત વર્ષ 22 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં રહેનાર શ્રીનિવાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ પૂરી દુનિયાનું ધ્યાન ખેચ્યું હતું અને આ ઘટનાની નિંદા પણ કરવામાં આવી હતી.
52 વર્ષના આરોપી પુરીન્ટોને શ્રીનિવાસ અને તેના મિત્ર આલોક મદાસાનીને ત્યારે ગોળી મારી હતી જયારે તેઓ ઓલાથે શહેરના ઓસ્ટિન બારમાં હતાં.
શ્રીનિવાસની પત્ની સુનયાના દુમાલાએ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. સુનયનાએ કહ્યું કે, આ નિર્ણયથી મારા પતિ પાછા તો નહિ ફરે પરંતુ આનાથે એવો સંદેશ જરૂર જશે કે નફરતને કોઈ પણ રીતે સ્વીકાર ન શકાય.
આ ઘટના બની તે સમયે ત્યાં હાજર એક વ્યક્તિએ કહ્યું કે પુરીન્ટન બને ભારતીયો પર નસ્લી કોમેન્ટ કરતો રહ્યો સાથે જ કહ્યું કે તેઓ અમેરિકાથી સંબંધ નથી રાખતા. આ ઘટનામાં એક બીજો શખ્સ પણ ઘાયલ થયો હતો જ્યાર તે આ ઝઘડાને શાંત પાડવામાં માટે વચ્ચે આવ્યો હતો. ગોળી મારતા પહેલા પુરીન્ટોએ કહ્યું કે મારા દેશમાંથી જતા રહો.

પુરીન્ટોને હત્યાના મામલામાં આજીવન કેદ અને બાકી બે લોકોને ગોળી મારવા બદલ 165 મહિનાની સજા સંભળાવી છે. આ મામલની સુનવણી ગત વર્ષે નવેમ્બરમાં શરુ કરવામાં આવી હતી પરંતુ પુરીન્ટો પોતાને નિર્દોષ બતાવી રહ્યો હતો.
