પોર્ટુગલ-સ્પેન/ રસીકરણ અભિયાનમાં આ દેશે મારી બાજી, મોટાભાગની વસ્તીનું થઇ ગયું રસીકરણ

એક સમય હતો જ્યારે કોરોના મહામારીની પ્રકોપ સહન કરી રહેલા પોર્ટુગલમાં મેડિકલ સર્વિસ ખોરવાઇ ગઇ હતી. અહીંના ડોક્ટર્સ હાર માની ચૂક્યા હતા

World

કોરોના મહામારીના ઘાતક પ્રહાર ઝેલી ચૂક્યા પછી આઠ મહિને આજે પોર્ટુગલ દુનિયામાં સૌથી વધુ વેક્સિન લગાવનારો દેશ બની ગયો છે. દેશની 86 ટકા વસતી અટલે કે એક કરોડથી વધુ લોકોનું રસીકરણ થઇ ગયું છે. માહિતી મુજબ રસી લેવા પાત્રમાં 12 વર્ષથી વધુ વયના બાળકો પણ સામેલ છે.

કોરોના મહામારી દરમિયાન યુરોપિયન દેશ પોર્ટુગલ અતિ ગંભીર સ્થિતિમાં પહોંચી ગયું હતું. પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં હોસ્પિટલ્સ કોરોના દર્દીઓથી ઉભરાવા લાગ્યા હતા અને અહીંના ડોક્ટર પણ હાર માની ચૂક્યા હતા. અહીં સુધી કે ડોક્ટર લોકોના ઘરે જઇને સારવાર આપવા મજબૂર થયા હતા. જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામા આશરે 2000 લોકો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા હતા. દેશની મેડિકલ સર્વિસ સહિત વેક્સિનેશન મિશન પણ ખોરવાઇ ગયું હતું.

આ પણ વાંચો :મોટો નિર્ણય / ઉત્તરપ્રદેશમાં કોરોના સંબધિત કેસ પરત લેવામાં આવશે

પોર્ટુગલની વર્તમાન પરિસ્થિતિને જોતાં અડમિરલ ગૌવિયાએ કહ્યું કે, હાલમાં સ્થિતિ સરળ છે અને રસીકરણ અભિયાનમાં સારા આંકડા મેળવી ચૂક્યા છીએ. શુક્રવારે પોર્ટુગલે તમામ કોરોના મહામારી પ્રતિબંધોને હટાવી લેવાના નિર્ણય લીધો છે. અહીં નવા કેસમાં પણ નોંધનીય ઘટાડો આવ્યો છે. દૈનિક કેસનો આંકડો 650 સુધી પહોંચ્યો છે અને મૃત્યુઆંક લગભગ નહિવત છે. હવે પોર્ટુગલ ટૂંક સમયમાં જ વૃદ્ધો અને શારીરિક રીતે નબળા લોકો માટે બૂસ્ટર ડોઝની તૈયારી કરે એવુ અનુમાન છે.

રસીકરણ મામલે પોર્ટુગલ પછી બીજો નંબર યુએઇનો છે. યુએઇ 82 ટકાથી વધુ વસ્તીને વેક્સિન લગાવી ચૂક્યું છે, જ્યારે 91 ટકા વસ્તી એવી છે જેમને વેક્સિનનો પહેલો ડોઝ મળી ગયો છે.

આ પણ વાંચો ;Gandhinagar / વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 99 વર્ષીય માતા હીરાબાએ મતદાન કર્યું