ન્યુઝીલેન્ડના પહેલીવાર બનેલા જેસીંડા ઓર્ડર્ન માતા બનશે. આ ખુશીના સમાચાર તમણે પોતેજ આપ્યા હતાં. જુન મહિનામાં તેમના ઘરે પારણું બંધાશે. વડાપ્રધાન પદ પર માતા બનનારા તે બીજા નેતા છે. આ પહેલા પાકિસ્તાનના બેનઝીર ભુટ્ટો એ વડાપ્રધાન પદે રહીને બાળકને જન્મ આપ્યો હતો. માતા બનવાની જાહેરાત બાદ ન્યુઝીલેન્ડના વડાપ્રધાનને સોશિયલ મીડિયા પર ચારેકોરથી અભિનંદનની વર્ષા થઈ હતી.
જેસીંડાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મારા મતે ૨૦૧૭ સૌથી મોટું વર્ષ હતું. હું પણ બીજાની જેમ હવે એક વડાપ્રધાન અને એક માતાની ભૂમિકા અદા કરીશ.
Wishing @jacindaardern & @NZClarke all the best as they expect their 1st child in June: a super busy year coming up & much to look forward to. Every #woman should have the choice of combining family & career. https://t.co/Ma6B6OGXJe
— Helen Clark (@HelenClarkNZ) January 18, 2018
37 વર્ષિય જેસીંડાએ ગત વર્ષે ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડના વડાપ્રધાનનો પદભાર સંભાળ્યો હતો. જેસીંડાએ કહ્યું હતું કે આ બાબતની આશા ન હતી પરંતુ આ પળ તેમના અને તેમના પાર્ટનર ક્લાર્ક ગેફોર્ડ માટે ખુબ જ રોમાંચક છે.
https://twitter.com/USAmbNZ/status/954124371697676288
જેસીંડાની ગેરહાજરીમાં ડેપ્યુટી પીએમ પીટર્સ કાર્યભાર સંભાળે તેવું અનુમાન છે. જેસીંડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું અને ક્લાર્ક ગેફોર્ડ બંને ખુબ જ ખુશ છીએ અમે ઈચ્છતા હતાં કે અમારો એક પરિવાર હોય, પરંતુ આમ થશે તેવી અમને આશા નહોતી, બાળકના જન્મ દિવસ બાદ છ સપ્તાહની રજા લેશે.
